• સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ માર્ક 1-A
  • ભારતીય વાયુસેનામાં થશે સામેલ
  • ગત મહિને સફળતા પૂર્વક ઉડાણ કરી હતી પૂર્ણ

દેશ હવે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવે રક્ષાક્ષેત્રે પણ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. ત્યારે સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ માર્ક-1 ટૂંક સમયમાં જ વાયુસેનાને સોંપવાના છે. ત્યારે આવો જાણીએ ક્યારે સ્વદેશી પ્લેન મળશે દેશને અને તે પ્લેનની છે શું સુવિધા.

ક્યારે દેશને મળશે તેજસ MK-1A

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેના અને સાર્વજનિક ક્ષેત્રની કંપની HALએ તાજેતરમાં ફાઇટર એરક્રાફ્ટ તેજસ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે. તેજસ માર્ક 1-A આ વર્ષે જુલાઈ સુધીમાં એરફોર્સના કાફલામાં જોડાશે. મહત્વનું છે કે HALએ ગયા મહિને ફાઇટર એરક્રાફ્ટની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેજસ માર્ક 1-A વાયુસેનાને સોંપતા પહેલા અન્ય ઘણા પરીક્ષણો પૂર્ણ કરવામાં આવશે. ત્યારથી લઇને તેમાં ઇન્ટીગ્રેશન ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. આ ટ્રાયલ જુલાઈ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

એરફોર્સ વધુ ઓર્ડર આપી શકે

ભારતીય વાયુસેનાએ HALને 83 તેજસ MK-1Aનો ઓર્ડર આપ્યો હતો. તેની કિંમત 48 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. હવે એરફોર્સ વધુ 97 તેજસનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. રક્ષા મંત્રાલય પહેલા જ HALને ટેન્ડર બહાર પાડી ચૂક્યું છે. HALએ ત્રણ મહિનામાં સંરક્ષણ મંત્રાલયના ટેન્ડરનો જવાબ આપવો પડશે.

તેજસ સાથે જોધપુરમાં ત્રીજી સ્ક્વોડ્રન બનાવવામાં આવશે

તેજસ વાયુસેનાના કાફલામાં જોડાયા બાદ મિગ શ્રેણીના જૂના વિમાનોને નિવૃત્ત કરવામાં આવશે. તેજસ MK 1-Aની ખાસિયતો વિશે વાત કરીએ તો આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની તૈનાતી દુશ્મનોની હાલત ખરાબ કરશે. રાજસ્થાનના જોધપુરમાં નવા તેજસ સાથે ત્રીજી સ્ક્વોડ્રન બનાવવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાન હવે કંઈ પણ ઉતાવળ કરતા પહેલા સો વખત વિચારશે.સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટને એરફોર્સમાં સામેલ કરવું એ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. આ પ્રસંગે વડાપ્રધાનને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે.

શું છે તેજસ એરક્રાફ્ટની વિશેષતા

તેજસ ભારતમાં ઉત્પાદિત સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ભારતનું સ્પીડ સ્ટાર છે, એલ્યુમિનિયમ, લિથિયમ એલોય સાથે ફાઇબર સંયુક્ત સ્ટીલનું બનેલું છે. એટલા માટે તે અન્ય ફાઈટર પ્લેનની સરખામણીમાં ખૂબ જ હલકું છે. સૌથી મહત્વની વાત એ છે કે લાઈટ હોવાના કારણે આ ફાઈટર પ્લેનને લેન્ડિંગ અને ટેક ઓફ માટે ખૂબ જ ટૂંકા રનવેની જરૂર પડે છે. આ એરક્રાફ્ટને 2019માં જ સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે સતત દુનિયા પર પોતાની છાપ છોડી રહી છે.

  • Follow us on: