• બજાર ઘટતાં સંપત્તિનું ધોવાણ

  • રોકાણકારોના લાખો કરોડો ડૂબ્યા
  • ભારતીય રોકાણકારો માટે ચિંતાના સમાચાર

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતીય રોકાણકારો માટે મોટી ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હાલ આ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વના શેરમાર્કેટમાં તણાવ જોવા મળી રહ્યો છે અને ઘટાડાની ગતિ યથાવત રહી છે. જેની સીધી અસર ભારતીય શેર માર્કેટ પર પણ જોવા મળી રહી છે.

હાલ આ યુદ્ધ આમ તો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છે. પરંતુ એમાં ચીન અને અમેરિકા જેવી મોટી શક્તિઓ પણ ઘૂસી ચૂકી છે, જેથી આ યુદ્ધના વકરવાના સંભાવનાઓ વધી રહી છે. આની ઉપરાંત ઈરાન જે રીતે ગાઝાના સમર્થનમાં ધમપછાડા કરી રહ્યું છે અને તુર્કીનું પણ હમાસને સમર્થન છે તેનાથી ક્રૂડ ઓઈલ સમૃદ્ધ મિડલ ઈસ્ટના દેશોમાં ક્રૂડના ઉત્પાદનને પણ અસર થઈ શકે છે. જેથી ક્રૂડના ભાવ વધતા અન્ય તમામ ચીજોમાં મોંઘવારી વધી શકે છે અને બચત ઘટી શકે છે.

આ દરમિયાનમાં શેરબજારમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક આંકડા અનુસાર BSE-લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.82 લાખ કરોડથી ઘટીને રૂ. 308.73 લાખ કરોડ થયું છે આમ રોકાણકારોની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો છે. આમ 5 દિવસમાં લગભગ 15 લાખ કરોડની રકમનું ધોવાણ થઈ ગયું છે.

મધ્ય પૂર્વમાં સતત તણાવ વધી રહ્યો છે જેના કારણે શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર આજના દિવસમાં જ બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 2 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 522.82 પોઈન્ટ ઘટીને 64,049.06 પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો મુખ્ય સૂચકાંક નિફ્ટી 159.60 પોઈન્ટ ઘટીને 19,122.15 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારમાં ઉછાળો અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં શેરબજારમાં સતત 5માં દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 15.09 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. BSE-લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 323.82 લાખ કરોડથી ઘટીને રૂ. 308.73 લાખ કરોડ થયું છે. નિષ્ણાતોના મતે અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ટેક શેરો ખાસ કરીને ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ટીસીએસના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


  • Follow us on: