ભારતીય રેલ્વેએ પોતાની ટિકીટ સિસ્ટમમાં એક મોટો ફેરફાર કર્યો છે. રેલ્વેએ હવે પોતાની ટિકીટ પ્રણાલીમાં ડિજીટલ આધુનિકીકરણ અને એન્ટી બોટ ઉપાયોને લાગુ કર્યા છે. આ ફેરફાર પ્રમાણે રેલ્વેએ એક રેકોર્ડ બનાવ્યો છે. જેમાં 22 મે 2025ના રોજ એક મિનિટમાં 31,814 ટિકીટ બુક કરવામાં આવી.
રેલ્વેએ પોતાની નવી ટિકીટ પ્રણાલી પ્રમાણે એક એડવાન્સ એેઆઈ -બેસ્ડ બોટ મિટિગેશન સોલ્યૂશન લાગૂ કર્યું છે. જે તમામ વધારાના બોટ ટ્રાફિકને હટાવી દે છે અને જેન્યુઈન કસ્ટમર્સની ટિકીટ બુકિંગ સરળ બનાવે છે.
રેલ્વેએ ઘણા ફેરફાર કર્યા
રેલ્વેએ ટિકિટ સિસ્ટમ સરળ રીતે ચલાવવા માટે ઘણા પ્રકારના મહત્વના ફેરફાર કર્યા છે.
કસ્ટમર ફ્રેન્ડલી અનુભવ - નવી ટિકીટ સિસ્ટમમાં લોકોના અનુભવમાં પણ ગણો સુધારો કર્યો છે. સુરક્ષા વધારવામાં આવી છે. જો કે ટિકીટ બુકીંગ સરળ બનાવ્યું છે અને જેન્યુઈન કસ્ટમર્સ માટે એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ સુનિશ્ચિત કરીને સમાનતા આપી છે.
બોટ ટ્રાફિકમાં ઘટાડો - નવી ટિકીટ સિસ્ટમ પ્રમાણે બોટ ટ્રાફિકને ઓછો કરવામાં આવ્યો છે, જે તત્કાલ ટિકિટ બુકીંગ દરમિયાન IRCTC વેબસાઈટ પર લોગ ઈનના પ્રયત્નોમાં 50 ટકા સુધી હતો.
રેલ્વેએ કર્યું ડિજિટલ આધુનિકીકરણ
1. ફેક યુઝર આઈ ડી બ્લોક કરવું - આ પહેલા રેલ્વેએ લગભગ 2.5 કરોડ ફેક યુઝર આઈડીને નિષ્ક્રીય કર્યું છે જે IRCTC વેબસાઈટ પર ઓનલાઈન ટિકીટ બુકીંગ કરતી વખતે ઉપયોગમાં લેવાતું હતું.
2. યુઝર પ્રોટોકોલમાં બદલાવ - નવા યુઝર પ્રોટોકોલ હેઠળ, જે યુઝર્સ આધાર સાથે વેરિફાઇડ નથી તેઓ હવે રજીસ્ટ્રેશનના 3 દિવસ પછી જ તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે.