ભારતીય રેલ્વે મુસાફરોને વધુ એક સુવિધા આપવા જઈ રહી છે. રેલ્વે વિભાગ તત્કાલ ટિકિટ બુકિંગમાં માટે નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. રેલ્વેમાં મુસાફરી દરમિયાન વેઇંટિગમાં રહેલ ટિકિટ કન્ફર્મ છે કે કેમ તેની વાસ્તવિક જાણકારી મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી. જે મુજબ ભારતીય રેલ્વે વિભાગ નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે જેનાથી તત્કાલ ટિકિટ બુકિંગ કરનાર યુઝર્સને ટિકિટ કન્ફર્મ કરવામાં મદદ મળશે.













