ખરાબ વાતાવરણને કારણે ઘણી વખત હવામાં ઉડતી ફ્લાઇટ(6E 6313) ના ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવા પડે છે. તો ક્યારેક દુર્ઘટના પણ સર્જાય છે. આવા જ એક સમાચાર રાયપુરથી મળ્યા છે. રાયપુરથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર લેન્ડીંગના થોડા સમય પહેલા જ એક ભયાનક ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો . ખરાબ વાતાવરણને કારણે અચાનક આવેલી ધૂળની ડમરી વચ્ચે ઇન્ડિગોની ફ્લાઇટ ફસાઇ હતી આ તોફાન એટલુ ખરાબ હતુ કે ઇન્ડિગોની ફ્લાઇટને હવામાં ગોળ ગોળ ચક્કર મારવા પડ્યા જ્યાં સુધી વાતાવરણ સાફ ન થયુ ત્યાં સુધી ફ્લાઇટમાં સવાર તમામ લોકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે હવામાન સાફ થતાની સાથે જ વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારી શકાયુ અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો.


રાયપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને રવિવારે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો 

રાયપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને રવિવારે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જો કે સદ્ભાગ્યે કોઇ દુર્ઘટના થઇ નહી અન વિમાનને સુરક્ષીત રીતે નીચે ઉતારી શકાયુ. જ્યારે વિમાન ટચ ડાઉન કરી રહ્યુ હતુ ત્યારે ભારે પવન અને ધુળની ડમરીઓને જોતા જ પાયલોટે વિમાનનું લેન્ડિંગ અટકાવી દીધુ હતુ. અને પ્લેનને ઉપર લઇ ગયો હતો. આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ વિમાન જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થયુ. આ દરમિયાન મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

21મેના એયર ટર્બ્યુલન્સમાં ફસ્યુ હતુ વિમાન

આ પહેલા 21મેના રોજ શ્રીનગરથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ એયર ટર્બ્યુલન્સમાં ફસાયુ હતુ કરા પડતા ગંભીર સંકટમાં ફસાયુ હતુ. આ વિમાનનું નોઝ રેડોમ (nose radome) તુટી ગયુ હતુ. આ વિમાનને શ્રીનગરમાં સુરક્ષીત રીતે ઉતારી લેવામાં આવ્યુ હતુ. વિમાનમાં 220થી વધારે મુસાફરો સવાર હતા. પાયલોટે શ્રીનગર ATCને 'PAN PAN' (ઇમરજન્સી કોલ) જાહેર કર્યો હતો. રડાર વેક્ટરની મદદથી વિમાનને સુરક્ષીત રીતે હેમખેમ ઉતારી શકાયુ હતુ.

ઓટોપાયલોટ બંધ થયુ હતુ. અને કેટલીક મહત્વપૂર્ણ સિસ્ટમ સેન્સર, લો પ્રોટેક્શન, બેકઅપ સ્પીડ સ્કેલમાં ખરાબી આવી ગઇ હતી. પાયલોટે બારે જહેમત પોતાની સુજબુઝથી મેન્યુઅલી વિમાનને કંટ્રોલ કર્યુ હતુ. 

  • Follow us on: