મેઘાલય પોલીસને ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે આત્મસમર્પણ કર્યું છે. પોલીસ બીજા હુમલાખોરને પકડવા માટે ઝુંબેશ ચલાવી રહી છે.
આ કેસમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ ટ્વીટ કર્યુ છે
લગ્ન પછી ઇન્દોરથી શિલોંગ ગયેલા સોનમ અને રાજા રધુવંશીના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજા રઘુવંશીની પત્ની સોનમ મળી ગઈ છે. યુપીની ગાઝીપુર પોલીસે સોનમની ધરપકડ કરી છે. સોનમે પોતે ઘરે ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. ઇન્દોર પોલીસ હવે સોનમને લેવા માટે ગાઝીપુર જવા રવાના થઈ ગઈ છે.
આ કેસમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ કે ઇન્દોરના રાજા હત્યાકાંડમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશનો રહેવાસી 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મેઘાલયના ડીજીપી આઇ નોંગરાંગનું નિવેદન આવ્યુ છે તેમણે કહ્યુ કે ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં તેની પત્ની સોનમની ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે એક ટુરિસ્ટ ગાઇડે આ હત્યા કેસમાં માહિતી આપી હતી તેણે જણાવ્યુ હતુ કે ઇન્દોરના હનીમૂન કપલ રાજા રધુવંશી અને સોમન રધુવંશી સાથે 3 બીજા પુરૂષો દેખાયા હતા પોલીસને આ મમાલે શક જતા વધારે તનાસ શરૂ કરી હતી.
23મેના આ જોડુ ગુમ થયુ હતુ અને 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે પત્ની સોનમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રાજા અને સોનમના લગ્ન 11મેના ઇન્દોર ખાતે થયા હતા. 20મેના રોજ આ કપલ હનીમૂન માટે બેગલુરૂ પહોંચ્યા ત્યારબાદ આસામના ગુવાહાટી સ્થિત માં કામાખ્યા દેવી મંદિર પહોંચ્યા હતા. માના દર્શન કર્યા પછી 23મેના શિલોંગ માટે રવાના થયા હતા. શરૂઆત બંનેના પરિવાર સાથે વાતચીત થતી હતી પછી સંપર્ક તૂટી ગયો.
સમગ્ર મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફોન નેટવર્ક કવરેજથી બહાર થઇ ગયો. ત્યારબાદ જ્યારે સંપર્ક ન થયો તો સોનમ અને રાજાના ભાઇ ઇમરજન્સી ફ્લાઇટથી શિલોંગ પહોંચ્યા ત્યારબાદ 2 જૂને રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો.













