ઇન્દોરથી મેઘાલય અરમાન સાથે ફરવા ગયેલ નવવિવાહિત કપલ રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમનો મામલો દીવસે ને દીવસે અલગ અલગ રહસ્યથી ઘેરાતો જાય છે.23મેના કપલ ગુમ થયા પછી 2 જૂને રાજાનો મૃતદેહ મળ્યો હતો, સોનમનો હજુ સુધી કોઇ પતો નથી મળ્યો તે ક્યાં છે તેમની સાથે શું થયુ તમામ લોકો આ જાણવા આતુર છે. મેઘાલયના એક લોકલ ગાઇડે આ કપલને લઇને એક મહત્ત્વની જાણકારી આપી હતી.
આ ગાઇડે દાવો કર્યો કે 23મેના રાજા અને સોનમ સાથે બીજા 3 પુરૂષો દેખાયા હતા
આ ગાઇડે દાવો કર્યો કે 23મેના રાજા અને સોનમ સાથે બીજા 3 પુરૂષો દેખાયા હતા, તમામ લોકો ટ્રેકિંગ પર નીકળ્યા હતા અને એક સાથે 3,000 સીડી ચડતા દેખાય રહ્યા છે. એજન્સી અનુસાર ગાઇડે જણાવ્યુ કે ચારેય પુરૂષો અલગ ચાલી રહ્યા હતા જ્યારે સોનમ પાછળ ચાલી રહી હતી. આ લોકો હિંદીમાં વાત કરી રહ્યા હતા. ગાઇડને ફક્ત ખાસી અને અંગ્રેજી આવડતુ હોવાથી તેઓની વચ્ચે શું વાતચીત થઇ તે સમજી શક્યા નહી.
22 મેના કપલને Nongriat માટે ગાઇડની ઓફર કરી હતી
ગાઇડે એ પણ કહ્યુ કે એક દિવસ પહેલા એટલે કે 22 મેના કપલને Nongriat માટે ગાઇડની ઓફર કરી હતી જો કે રાજા અને સોનમે કહ્યુ કે અમે પહેલેથી જ બીજા ગાઇડ સાથે વાત કરી નક્કી કરી લીધુ છે. પાછળથી જાણકારી મળી કે Bha Wansai નામના બીજા ગાઇડે તેની સર્વિસ આપી હતી Shipara Homestay કપલે રાત વિતાવી હતી. જો કે સવારે જ્યારે આ કપલે ફરી ચડવાનું શરૂ કર્યુ ત્યારે તેમની સાથે કોઇ ગાઇડ ન હતો.
ગાઇડની આ જાણકારી બાદ મામલો વધારે શંકાસ્પદ બન્યો છે. પોલીસે ગાઇડનું સ્ટેટમેન્ટ લીધુ છે. સમગ્ર વિસ્તારમાં તપાસ કરતા રાજાનો મૃતદેહ 2 જૂને સોહરા ક્ષેત્રના વીસાવડોગ જલપ્રતાપની પાસે ઉંડી ખાણમાંથી મળી આવ્યો હતો, મૃતદેહની હાલત ખુબજ ખરાબ હતી. રાજાના મૃતદેહ પરથી સોનાની ચેન અને વીંટી ગુમ હતી, જેનાથી લૂંટ અને હત્યાની આશંકા સેવાઇ રહી છે. માવલાખિયાતના પાર્કિગમા કોઇ CCTV નથી અને કોઇ વાહનનું રજીસ્ટ્રેશન પણ કરાવેલ નથી.