• ઈન્દોર સ્થિત IITની સેન્ટ્રલ સ્કૂલને મળી ધમકી
  • શાળામાં 15 ઓગસ્ટે બોમ્બથી હુમલો કરવાનો મળ્યો મેઇલ
  • ધમકીભર્યો મેઇલ મળતા હડકંપ મચી જવા પામ્યો

ઈન્દોર સ્થિત IITની સેન્ટ્રલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવા માટે ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ શાળામાં 15 ઓગસ્ટે બોમ્બથી હુમલો કરવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, ઈન્દોરની IIT સેન્ટ્રલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવા માટે ધમકીભર્યો મેઇલ મળતા હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ શાળામાં 15 ઓગસ્ટે બોમ્બથી હુમલો કરવામાં આવશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેલ શુક્રવારે મોકલવામાં આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે શનિવારે સવારે સિમરોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે SP ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને આ મેઈલ પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ના નામે બનાવેલા આઈડી પરથી મળ્યો હતો. આ બાબતે સિમરોલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત કુમારે કહ્યું કે અમને લેખિત ફરિયાદ મળી છે અને અમારી ટીમ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • Follow us on: