વર્ષ 2017માં એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરનાર ISROનું રોકેટ હવે સાત વર્ષ બાદ પૃથ્વી પર પરત ફર્યું છે. 6 ઓક્ટોબર 2024ના રોજ સેટેલાઇટ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું હતું. 2017માં આ રોકેટના લોન્ચિંગ સાથે જ ઈસરોનું નામ આખી દુનિયામાં ઊંચું થઈ ગયું હતું.


એકસાથે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા

ISROએ 15 ફેબ્રુઆરી 2017ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પ્રથમ વખત એકસાથે 104 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા. લોન્ચિંગ PSLV-C37 રોકેટથી કરવામાં આવ્યું હતું. ત્યારથી આ રોકેટનો ઉપરનો ભાગ એટલે કે PS4 સેટેલાઇટને અવકાશમાં નિશ્ચિત ભ્રમણકક્ષામાં છોડ્યા પછી ફરતો હતો.

USSPACECOM આ ભાગને સતત ટ્રેક કરી રહ્યું હતું. આ ભાગ પૃથ્વીની આસપાસ 470X494 કિમી કદની લગભગ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરતો હતો. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ધીમે ધીમે નીચે આવી રહ્યું હતું. તમે અહીં તેના ઘટાડાનો વર્ષ-દર-વર્ષ ગ્રાફ જોઈ શકો છો.


ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું

6 ઓક્ટોબર 2024ના રોજ આ ભાગ આખરે લગભગ 8 વર્ષ પછી પૃથ્વી પર પાછો ફર્યો. વાતાવરણને પાર કર્યું, જ્યાર બાદ તે સીધુ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં પડ્યું. ઈસરોનું સેફ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ ઓપરેશન મેનેજમેન્ટ સપ્ટેમ્બરથી સતત તેનું ટ્રેકિંગ કરી રહ્યું હતું, જેથી લોકો અને વિશ્વને તેના પતન દરમિયાન થતા નુકસાનથી બચાવી શકાય. આ રોકેટે લોન્ચિંગના અડધા કલાકની અંદર તમામ સેટેલાઈટોને તેમની ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા હતા.

આ રોકેટ દ્વારા કયા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા?

PSLV-C37 મિશનમાં કુલ 104 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા. પહેલું હતું કાર્ટોસેટ-2ડી. ભારતીય સૈન્ય દ્વારા તેનો અઘોષિત ઉપયોગ કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર સર્જિકલ અને એર સ્ટ્રાઈકમાં તેની મદદ લેવામાં આવી હતી. તેમજ લદ્દાખમાં ચીની ઘૂસણખોરી દરમિયાન તેને ચીન ઉપર તૈનાત કરવામાં આવ્યું હતું.

સેટેલાઇટનો ઉપયોગ સામાન્ય રીતે નકશા બનાવવા માટે થાય છે

કાર્ટોસેટ-2ડી સેટેલાઈટને લોન્ચ કર્યા બાદ પ્રથમ તસવીરમાં મુંબઈની મીઠી નદી અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાર્ટોસેટ શ્રેણીના સેટેલાઇટનો ઉપયોગ સામાન્ય રીતે નકશા બનાવવા માટે થાય છે. પરંતુ તેનો ઉપયોગ સર્વેલન્સ, જાસૂસી વગેરે માટે પણ થઈ શકે છે. આ સિવાય વધુ 103 સેટેલાઈટ ગયા હતા. જેમના નામ છે- INS-1A, INS-1B, AL-Farabi 1, BGUSAT, DIDO-2, Nayif-1, PEASS, 88 Flock-3p Satellis અને 9 Lemur-2 સેટેલાઈટ.

  • Follow us on: