- ISRO માનવોને અવકાશમાં મોકલવા માટેની તૈયારીમાં વ્યસ્ત
- માનવયુક્ત અવકાશ મિશનમાં મહિલાઓને મોકલવાની તૈયારી
- મિશન 2025 સુધીમાં શરૂ થવાની આશા
ISROના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે, તે દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોને પ્રાધાન્ય આપવા માંગે છે. તેમણે કહ્યું કે અત્યારે અમે વાયુસેનાના પસંદગીના ફાઈટર પાઈલટોને મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ પરંતુ ભવિષ્યમાં તેઓ કોઈ મહિલા ફાઈટર પાઈલટ અથવા વૈજ્ઞાનિકને અવકાશમાં મોકલવા ઈચ્છે છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISRO માનવોને અવકાશમાં મોકલવા માટે તેના સૌથી મોટા પ્રોજેક્ટ ગગનયાનની તૈયારીમાં વ્યસ્ત છે અને તાજેતરમાં તેની ટેસ્ટ ફ્લાઈટ પણ સફળ રહી છે. હવે ISROના ચીફ સોમનાથે કહ્યું છે કે, તે દેશના માનવસહિત અવકાશ મિશનમાં મહિલા ફાઈટર જેટ પાઈલટ અથવા વૈજ્ઞાનિકોને પ્રાધાન્ય આપવા માંગે છે.
મહિલા ફાઇટર પાઇલોટને મોકલવાનો પ્લાન
ISRO તેના બહુપ્રતીક્ષિત માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન મિશન માટે મહિલા ફાઇટર પાઇલોટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાધાન્ય આપે છે અને ભવિષ્યમાં તેમને અવકાશમાં મોકલવા માંગે છે, એમ સ્પેસ એજન્સીના વડા એસ સોમનાથે રવિવારે જણાવ્યું હતું.
આ વર્ષે રોબોટ મોકલવામાં આવશે
તેમણે એમ પણ કહ્યું કે ISRO આવતા વર્ષે તેના માનવરહિત ગગનયાનમાં સ્ત્રી હ્યુમનૉઇડ (માનવ જેવો દેખાતો રોબોટ) મોકલશે. આ મહત્વાકાંક્ષી મિશનનો ધ્યેય મનુષ્યને 400 કિમીની નીચલી ભ્રમણકક્ષામાં ત્રણ દિવસ માટે અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે. માનવ મિશનમાં મહિલાઓની ભૂમિકા અંગેના પ્રશ્નના જવાબમાં સોમનાથે કહ્યું, 'તેમાં કોઈ શંકા નથી... પરંતુ આપણે ભવિષ્યમાં આવા સંભવિત (મહિલા) ઉમેદવારો શોધવા પડશે.'
મિશન 2025 સુધીમાં શરૂ થવાની આશા
તેમણે કહ્યું કે, માનવસહિત મિશન 2025 સુધીમાં શરૂ થવાની આશા છે. આ ટૂંકા ગાળાનું મિશન હશે. "આ માટે, શરૂઆતમાં પરીક્ષણ વાયુસેનાના ફાઇટર પાઇલોટ્સ દ્વારા કરવામાં આવશે. તે થોડી અલગ શ્રેણી છે. અત્યારે અમારી પાસે પરીક્ષણ માટે મહિલા ફાઇટર પાઇલોટ્સ નથી.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ISROનું લક્ષ્ય 2035 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે. ISRO એ શનિવારે સફળતાપૂર્વક TV-D1 પરીક્ષણ વાહન, પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન લોન્ચ કર્યું. પ્રારંભિક સમસ્યાઓને ઠીક કર્યા પછી, અવકાશ એજન્સીએ દેશના મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ સાથે સંબંધિત પેલોડ સાથે પરીક્ષણ વાહનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું.