આજે ગુજરાતના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખરીફ પાકોની લણની પૂર્ણ થઈ છે જેની સાથે રાજ્યમાં આજથી ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ થઇ છે.  આ સિવાય દેશના મહત્ત્વના સમાચારમાં અરબસાગરમાંથી ઉદભવેલુ ચક્રવાત તેજ રવિવાર સુધીમાં ભયંકર રૂપ લે તેવી શક્યતા છે. તો સાથે જ ભારતે કેનેડાના રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા પાછી ખેંચવાની વાત કરી હતી. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર પર એક નજર.


વધુ વાંચો: મુસાફરને 'દુઃખતું હતું માથું, પકડયું પેટ', બોમ્બની અફવાથી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

આપણે ફ્લાઇટમાં જઇ રહ્યા હોઇએ અને કોઇ બૂમો પાડે કે મારી બેગમાં બોમ્બ છે. તો કેવો જીવ અધ્ધર થઇ જાય ? બસ આવુ જ થયુ પુણેથી દિલ્હી જતી અકાસાની ફ્લાઇટમાં. ફ્લાઇટ જેવી ટેક ઓફ થઇ કે એક યાત્રીએ બૂમો પાડવાનું શરૂ કરી દીધુ અને ફલાઇટ ઇમરજન્સી લેન્ડ કરવી પડી. એવું તો શું બન્યુ આવો જાણીએ.

વધુ વાંચો: ચક્રવાત 'તેજ' બદલાશે તોફાનમાં ? દરિયાકાંઠે ન જવા હવામાન વિભાગની અપીલ

અરબસાગરમાંથી ઉદભવેલુ ચક્રવાત તેજ રવિવાર સુધીમાં ભયંકર રૂપ લે તેવી શક્યતા છે. શુક્રવારે હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી હતી. હવામાન વિભાગનું કહેવુ છે કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ઓછા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે.

વધુ વાંચો: સુદર્શન પટનાયકે ISROને પાઠવી શુભેચ્છા, માં દુર્ગાનું બનાવ્યું સેન્ડ આર્ટ

જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં ગગનયાનની સફળતા માટે માં દુર્ગાની રેતની પ્રતિમા બનાવીને ઇસરોને શુભેચ્છા પાઠવી છે.

વધુ વાંચો: વિધર્મીઓને લઈને બાબા બાગેશ્વર : ગરબા પ્રવેશમાં ગંગાજળની કેન લટકાવવી જોઈએ

ગુજરાતમાં નવરાત્રિમાં ગરબા રમવા માટે કપાળે તિળક હશે તો જ એન્ટ્રી મળશે એવી જાહેરાતો જેવા અનેક પ્રકારના નિવેદનો પ્રકાશમાં આવ્યા હતાં. ત્યારે વડોદરામાં હેરિટેજ ગરબામાં બાબા બાગેશ્વર પહોંચ્યા હતા અને તેમને વિધર્મીઓને લઈને નિવેદન આપતાં કહ્યું કે, આવતાવર્ષે આયોજકોએ ગંગાજળની કેન લટકાવવી જોઈએ

વધુ વાંચો: આજથી ખરીફ પાકોની રાજ્યવ્યાપી ટેકાના ભાવે ખરીદી શરૂ

ખરીફ પાકોની લણની પૂર્ણ થઈ છે જેની સાથે રાજ્યમાં આજથી ખેડૂતો માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ થઇ છે. જેમાં રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ જકોટમાંથી રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવી છે.

વધુ વાંચો: રાજદ્વારી વિવાદમાં કેનેડાને અમેરિકા અને બ્રિટનનું સમર્થન, કહ્યું ભારતનો નિર્ણય ખોટો

ભારતે કેનેડાના રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા પાછી ખેંચવાની વાત કરી હતી. જે બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. અમેરિકા અને બ્રિટને ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વાપસી પર નિવેદન જારી કર્યું છે. 

વધુ વાંચો: આજે ઉછળ્યા સોના-ચાંદીના ભાવ, સોનું 4 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું

ગ્લોબલ લેવલ પર કિંમતી મેટલ્સની કિંમતોમાં વધારો થયો છે અને સાથે રાજધાનીના સર્રાફા બજારમાં શુક્રવારે સોનું 750 રૂપિયાના વધારા સાથે 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે તો સાથે જ છેલ્લા કારોબારી સત્રમાં સોનું 60900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

વધુ વાંચો: AUS Vs PAK: હાર બાદ બાબર આઝમનું દર્દ છલકાયું, કહ્યું ડેવિડ વોર્નર...

વર્લ્ડકપ જેવી મહત્વની ટૂર્નામેન્ટમાં એક ખેલાડીનો કેચ છોડવો કેટલો મોંઘો પડી શકે છે તે શુક્રવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું. શાહીન આફરીદીની બોલ પર ઉસ્માન મીરે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરનો કેચ ડ્રોપ કર્યો હતો. 

વધુ વાંચો: રોહિત શર્માની કારની સ્પીડ 200 કિમી/કલાકની ન હતી, આ કારણે ફટકાર્યો દંડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે 200 કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી.

વધુ વાંચો: બનાસકાંઠામાં અંદાજે 1 કરોડ ઉપરાંતનો ગાંજાનો મુદ્દામાલ પોલીસે પકડ્યો

રાજ્યમાં સતત નશીલા પદાર્થ સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લા કાંકરેજના વડા ગામે SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે. 

  • Follow us on: