આવકવેરા કાયદામાં કોઈ કરદાતા દ્વારા જો ખોટો ક્લેમ એટલે કે ખોટી વિગતો આપવામાં આવશે તો આકરી સજા થઈ શકે છે. 200 ટકા પેનલ્ટી અથવા જેલની સજા પણ થઈ શકે છે.


આવકવેરાની કલમ 80 અંતર્ગત કોઈ કરદાતા PPF, EPF, NSC, કે જીવન વીમાની બચતની કપાત ઈચ્છે છે તો તેમણે વધુ વિગતો બતાવવાની રહેશે.

જૂની ટેક્સ સિસ્ટમમાં વધુ ધ્યાન રાખવું પડશે

રિટર્ન ફાઇલ કરતીવેળાએ જૂની ટેક્સ સિસ્ટમ અને નવી ટેક્સ સિસ્ટમનો વિકલ્પ કરદાતાઓ પાસે રહે છે. જૂની ટેક્સ સિસ્ટમમાં રિટર્ન ફાઇલ કરવું મુશ્કેલ બની શકે છે. કારણ કે આવકવેરા વિભાગે જૂની સીસ્ટમ માટેના નિયમોમાં બદલાવ કર્યો છે. જો તમે રિટર્ન ભરવામાં કોઈ ગરબડ કરાશે તો 200 ટકાની પેનલ્ટી લાગશે તથા જેલની સજાની પણ જોગવાઈ છે.

વધુ આધારો અને વિગતો આપવાનાં રહેશે

જે કરદાતાઓએ જૂની ટેક્સ સીસ્ટમનો વિકલ્પ પસંદ કર્યો છે તેમણે વધુ આધારો અને વધુ માહિતી આપવાની થશે. ખાસ કરીને સેક્સન 80C, 80D, HRA, 80EE, 80EEB માં આવા સુધારા કરાયા છે.

સેક્સન 80C

સેક્સન 80C હેઠળ કોઈ કરદાતાએ PPF, EPF, NSC, કે જીવન વીમાની બચતની કપાત માટે પહોંચ નંબર, પોલિસી અથવા ડોકયુમેંટેશનની ઓળખની વિગતો, ખાતાની વિગતો અને ચૂકવણું કરનારાનું નામ સહિતની વિગતો આપવાની રહેશે.

સેક્સન 80D

જો કોઈ કરદાતા સેક્સન 80D હેઠળ વીમા પ્રીમિયમ ઉપર ટેક્સ કપાતનો ક્લેમ કરવા ઈચ્છે છે તો તેણે વીમો લેનારાનું નામ, પોલિસી નંબર, રિસીપ્ટ નંબર સાહિતના આધારો આપવાના રહેશે. કોઈ અન્ય વ્યક્તિ માટે જો વીમો લીધો હશે તો તેની વિગતો પણ આપવાની થશે, તેનો સંબંધ પણ દર્શાવવાનો રહેશે.

ઘરભાડા ભથ્થું

સેક્સન 10 (13A) અંતર્ગત કોઈ વ્યક્તિ ઘરભાડા ભથ્થા માટે ક્લેમ કરે છે તો તેણે પૂરતી વિગતો આપવાની થશે. જેમાં કરદાતા ક્યાં કામ કરે છે, HRA કઈ તારીખે મળે છે, કેટલું ભાડું આપવામાં આવે છે અને તેના માટે રેન્ટ રિસીપ્ટ અથવા જો ભાડું રૂપિયા 1 લાખથી વધુ હોય તો મકાન માલિકનો પાન નંબર આપવાના રહેશે.

સેક્સન 80E/EEB

આ સેક્સનમાં બાળકો, પતિ અથવા પત્નીની હોમ લોન અથવા એજ્યુકેશન લોન લીધી હોય તો આ લોનના વ્યાજ ઉપર ટેક્સ સેવિંગ ક્લેમ કરવાનો સમાવેશ થાય છે. જેમાં લોન ખાતા નંબર, ઇન્ટરેસ્ટ પેમેન્ટ સર્ટિફિકેટ, બેન્ક કે જ્યાંથી લોન લીધી હોય ત્યાંનું નામ બતાવવું પડશે. જોકે હાલમાં AIS સિસ્ટમથી ચેકિંગ થતું હોવાથી રિટર્ન ફાઇલ કરતી વખતે તમામ આધારો સાથે રાખવા જોઈએ.


  • Follow us on: