સુપ્રસિદ્ધ કાર નિર્માતા કંપની Kiaના પ્લાન્ટમાંથી હજારોની સંખ્યામાંથી એન્જિનની ચોરી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ પોલીસને તપાસના દસ્તાવેજોથી ખબર પડી કે આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા પ્લાન્ટના બે પૂર્વ કર્મચારીઓ પર આરોપ છે કે સ્ક્રેપ ડીલરોની મિલીભગતથી પાછલા 3 વર્ષોમાં ફેક્ટરીથી 1008 એન્જિન ચોરાયા છે. જેની કિંમત 2.30 મિલિયન ડોલર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એન્જિન ચોરી થયાનું કેવી રીતે ખબર પડી?
રિપોર્ટ અનુસાર માર્ચમાં કિઆ ઇન્ડિયાએ આંધ્રપ્રદેશ પોલીસને ફરિયાદ કરી હતી કે ઇન્ટર્નલ રેકોર્ડના રિવ્યુમાં જણાવા મળ્યુ કે તેની સહયોગી કાર નિર્માતા કંપની હ્યુંડઇથી મેળવેલા એન્જિન ગાયબ હતા. આ મામલે કંપનીએ કેટલાક પૂર્વ કર્મચારીઓ અને હાલના કર્મચારીઓ પર શંકા વ્યક્ત કરી હતી, 16 એપ્રિલે પોલીસ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજ અનુસાર પ્રારંભિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ફેક્ટરીના બે પૂર્વ કર્માચરી- એક ટીમ લીડર અને એન્જિન ડિસ્પેચ સેક્શનમાં સેક્શન હેડ ફેક ચલણ અને ગેટ પાસનો ઉપયોગ કરીને ફેક્ટરીમાંથી એન્જિનોને ગેરકાયદેસર રીતે લઇ જવામાં સામેલ હતા. પોલીસનું કહેવુ છે કે આખા ઓપરેશનમાં ફેક રજિસ્ટ્રેશનની સંખ્યા વાળા ઘણા ટ્રકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કર્મચારીઓએ ઓછામાં ઓછા બે અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ કારનામાને અંજામ આપ્યો છે. તેમણે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં મદદ કરવા અને અન્ય બે સ્ક્રેપ ડિલરોને દેશની રાજધાની દિલ્હી જેવા દૂરના ખરીદી કરનારાઓને વેચવામાં મદદ કરી.
પોલીસે 2ને ઝડપ્યા
આ અંગે કંપનીએ જાન્યુઆરીમાં એન્જિન ચોરીનો મામલો રિપોર્ટ કર્યો હતો. એક મહિના પછી મેનેજમેન્ટએ પ્લાન્ટ પરિસરમાં સીસીટીવી ફૂટેજ દ્વારા અનધિકૃત વાહનોની અવર જવર જોઇ. માર્ચમાં ખબર પડી કે ગાયબ થનારા એન્જિનની સંખ્યા વધીને 940 થઇ. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે તેઓ સામે કેસ ચલાવવામાં આવી રહ્યો છે. પોલીસે આ મામલે 9 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે જેમાં વ્હોટ્સએપ સ્ક્રિન શોટ, ટ્રાન્સપોર્ટ ઇન્વોઇસ અને ટ્રકના ફોટો મળ્યા છે.