• રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા પુરી
  • જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યા
  • ધર્મેન્દ્ર પ્રધાન તથા નવીન પટનાયક સહિત દિગ્ગજો હાજર

આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની તૈયારી છે. પુરીમાં તમામ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા પુરી પહોંચ્યા છે. પુરીના તાલાબનિયા હેલિપેડ ખાતે ભુવનેશ્વર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા બાદ તેઓ કડક સુરક્ષા વચ્ચે રાજભવન પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે પુરીમાં આયોજિત ભગવાન જગન્નાથ રથયાત્રાના દર્શન કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રહ્યા હાજર

રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ રઘુવર દાસ અને મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથ રથયાત્રાના અવસર પર આજનો દિવસ ખૂબ જ ખાસ છે. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જે લોકો રથયાત્રામાં ભાગ નથી લઇ શકતા તેઓ ઘરે ભગવાન જગન્નાથની પૂજા કરે છે. ભગવાનને ભોગ અર્પણ કરે છે. મંત્રોચ્ચાર પણ કરે છે.


શું છે રાષ્ટ્રપતિનો કાર્યક્રમ ?

  • રાષ્ટ્રપતિ આજે પુરી રાજભવનમાં રાત્રિ આરામ કરશે.
  •  8 જુલાઈએ ભુવનેશ્વર પરત ફરશે .
  • 8 જુલાઇએ ખંડાગિરી અને ઉદયગિરી ગુફાઓની મુલાકાત લેશે.
  • તે હરિદામડા ગામમાં બ્રહ્માકુમાર રીટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.
  • 9 જુલાઈએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
  • રાષ્ટ્રપતિની મુલાકાતને કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
  • આ સાથે રાષ્ટ્રપતિની મુલાકાતના તમામ રૂટને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયા છે.


  • Follow us on: