- જમ્મુ કાશ્મીરમાં મીઠાઇની દુકાનમાં ફાયરિંગ
- અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર
- સોશિયલ મીડિયામાં પોલ્ટ કરીને આપી ધમકી
જમ્મુ કાશ્મીરમાં શનિવારે મોડી રાતે ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જમ્મુના મીરાન સાહિબ વિસ્તારમાં અજાણ્યો લોકોએ મીઠાઇની દુકાનમાં બેફામ ફાયરિંગ કર્યુ હતું. જે બાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લેતી એક પોસ્ટ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી જવાબદારી
હુમલાની જવાબદારી લેતા અબ્બુ જટ્ટ નામના યુઝરના એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જીવલેણ હુમલાની ધમકી આપવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે કે જે પણ થયું, અમે તેની જવાબદારી લઈએ છીએ. મીરા સાહિબ ખજુરિયામાં મીઠાઈની દુકાનની બહાર ગોળીઓ ચલાવવામાં આવી હતી. જો આપણા શબ્દો પર ધ્યાન આપવામાં ન આવે, તો તે વધુ ખરાબ થઈ શકે છે. અમે અહીં છીએ પણ અમારા ભાઈઓ હજી ત્યાં છે. તેથી ભૂલ ન કરો અને માની લો કે આપણે નવો વળાંક લીધો છે અને શાંતિ માટે પ્રયત્નશીલ છીએ. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો હવે હવામાં ફાયરિંગ નહી કરાય.
ફાયરિંગનું કારણ અકબંધ
જો કે પોસ્ટ કરનાર વ્યક્તિએ ફાયરિંગ કયા કારણોસર કર્યુ તે અંગે જણાવ્યુ નથી. તેમજ પોસ્ટમાં જણાવેલ માંગણીઓ પુરી કરવા અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ઘટના બાદ પોલીસની ટીમ મીઠાઈની દુકાને પહોંચી હતી. અહીં ગોળીબારના નિશાન અને ગોળીઓના કારણે કાચ તૂટેલા જોઈ શકાય છે. આ અંગે કેસ દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર (J&K)માં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ જોવા મળી રહી છે. અનંતનાગ અને રાજૌરીમાંથી આવી ઘટનાઓ સામે આવી છે. સાથે જ સેના અને પોલીસ પણ આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવી રહી છે. બે દિવસ પહેલા જ સોપોરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.