- એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે
- સુરક્ષા દળોને સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનીમાહિતી મળી હતી
- 48 કલાકમાં ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ બીજી અથડામણ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોને સોપોરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી આતંકવાદીને પકડવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ તરફથી ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી ગોળીબાર શરૂ કર્યો હતો. એન્કાઉન્ટરમાં આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી
મળતી માહિતી મુજબ, બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારના ચેક મોહલ્લા નોપોરામાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓની શોધમાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અથડામણમાં એક નાગરિક અને બે સૈનિકો પણ ઘાયલ થયા છે. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
છેલ્લા 48 કલાકમાં બીજી વાર એન્કાઉન્ટર
લશ્કરના ડિવિઝનલ કમાન્ડર ઉસ્માન અને આતંકવાદનો પર્યાય એવા લશ્કરના ફ્રન્ટ સંગઠન TRFના કમાન્ડર બાસિત દાર ફસાયા હોવાની શક્યતા છે. રાત્રે 12.30 વાગ્યે આતંકવાદીઓએ કોર્ડન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો. છેલ્લા 48 કલાકમાં ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ બીજી અથડામણ છે. બે આતંકી ઠાર
આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી
સુરક્ષા દળોને સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ પછી સશસ્ત્ર દળો અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આતંકવાદીઓને શોધવાનું શરૂ કર્યું. સોપોર અને આસપાસના વિસ્તારોમાં બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. સાંજે 7 વાગ્યાની આસપાસ, જ્યારે સુરક્ષા દળો ચક વિસ્તારમાં શોધખોળ દરમિયાન આગળ વધી રહ્યા હતા, ત્યારે મસ્જિદથી થોડે દૂર સ્થિત એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને બે આતંકીઓને ઠાર કર્યા.