• બીજેપીમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપઇ સોરેન પહોંચ્યા દિલ્હી
  • ભાજપમાં જોડાવા અંગે ચંપઇ સોરેનનુ નિવેદન
  • શું હેમંત સોરેનથી નારાજ છે ચંપઇ સોરેન ?

JMM પ્રમુખ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન દિલ્હી આવ્યા છે. સૂત્રો દ્વારા એવી માહિતી મળી હતી કે તેઓ 6 એમએલએ સાથે દિલ્હી આવવા રવાના થયા છે. તેઓ કોલકાતામાં હતા ત્યાંથી દિલ્હી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હેમંત સોરેનથી નારાજ છે. માટે તેઓ બીજેપીમાં જોડાવાના છે. ત્યારે દિલ્હી આવેલા ચંપઇ સોરેને આ મામલે શું પ્રતિક્રિયા આપી, આવો જાણીએ.

હું અંગત કામ માટે દિલ્હી આવ્યો છું

તેમણે આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું મારા અંગત કામ માટે દિલ્હી આવ્યો છું. તેમણે ભાજપમાં જોડાવાના સવાલ અંગે પૂછ્યુ તો જણાવ્યું કે હું અત્યારે જ્યાં છું ત્યાં જ છું. આ સાથે જ પત્રકારો દ્વારા હેમંત સોરેન સાથે નારાજગી વિશે સવાલ કરતા તેમણે જવાબ આપવાનું ટાળ્યુ હતું. તેઓ અંગત કામ માટે દિલ્હી આવ્યા હોવાનું રટણ કરે રાખ્યું હતું.

બીજેપીમાં જોડાવાને કંઇ ન બોલ્યા, તો શું જોડાશે ?

ચંપઈ સોરેનને પૂછવામાં આવ્યું કે તેઓ કોલકાતા કેમ ગયા હતા? તો ચંપાઈ સોરેને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે 'તે તેના વિશે પછીથી જણાવશે. સ્પષ્ટ છે કે ચંપઈ સોરેને ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો નથી. એવી ચર્ચા છે કે ચંપઈ સોરેન ઘણા ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ઝારખંડમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં જો ચંપઈ સોરેન ભાજપમાં જોડાય છે તો તે સત્તાધારી જેએમએમ માટે મોટો ફટકો હશે. મળતી માહિતી અનુસાર ચંપાઈ સોરેનના મૂળ ગામ અને માહુલડીહ વિસ્તારમાં સ્થિત JMMની ઓફિસ અને માર્કેટમાંથી JMMના ઝંડા હટાવી દેવામાં આવ્યા છે.

કોણ છે ચંપઇ સોરેન ? 

ઉલ્લેખનીય છે કે ઇડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરાતા ચંપઇ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા જોકે તેઓ પરત ફરતા પૂર્વ સીએમ હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના સીએમ બન્યા હતા. ચંપઈ સોરેન 2 ફેબ્રુઆરી 2024 થી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા અને રાજ્યના સાતમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ચંપાઈ સોરેનની ગણતરી જેએમએમના વરિષ્ઠ નેતાઓમાં થાય છે.

  • ચંપાઈ સોરેન સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
  • 2005 થી તેઓ સતત સરાઈકેલા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
  • 1991માં તેઓ પ્રથમ વખત સરાઇકેલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
  • હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા.
  • તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી હતી.

  • Follow us on: