• ઝારખંડના મુખ્યમંત્રીએ મેળવ્યો વિશ્વાસ મત
  • વિશ્વાસમતના પક્ષમાં મળ્યા 45 વોટ
  • બીજેપીએ વોટિંગ દરમિયાન કર્યુ વોકઆઉટ

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. વિશ્વાસ મતની તરફેણમાં 45 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. મતદાન દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.

3 જુલાઇએ સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ

મહત્વનું છે કે હાલ ઝારખંડ વિધાનસભામાં 76 ધારાસભ્યો છે. જ્યારે શાસક જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનએ 3 જુલાઈના રોજ હેમંત સોરેન સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, ત્યારે તેણે રાજ્યપાલને 44 ધારાસભ્યોના સમર્થનની સૂચિ સુપરત કરી હતી.

ચૂંટણી પછી અડધા લોકો પણ નહી દેખાય- હેમંત સોરેન

વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન વિપક્ષના લોકો નારા લગાવી રહ્યા હતા. હેમંત સોરેને વિધાનસભામાં કહ્યું હતું કે જે લોકો નારા લગાવી રહ્યા છે તેમાંથી અડધા લોકો ચૂંટણી પછી વિધાનસભામાં પાછા ફરી શકશે નહીં. ઝારખંડમાં ભાજપનું ઓપરેશન લોટસ ખરાબ રીતે નિષ્ફળ ગયું.

ચંપઇ સોરેનનો માન્યો આભાર

સત્તામાં આવવાની સાથે જ હેમંત સોરેને પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે હેમંત સોરેન જેલમાં ગયા બાદ ચંપાઈ સોરેને મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. આ પછી હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા બાદ રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા બાદ હેમંત સોરેનને 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતો. 31 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેના થોડા સમય પહેલા જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


  • Follow us on: