• હેમંત સોરેન બન્યા ઝારખંડના મુખ્યમંત્રી
  • ઝારખંડના ત્રીજી વખત બન્યા સીએમ 
  • હેમંત સોરેને મુખ્યમંત્રી પદના લીધા શપથ

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને આજે રાજભવન ખાતે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને હેમંત સોરેનને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. હેમંત સોરેન તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યા હતા.  સોરેન ત્રીજી વખત ઝારખંડના સીએમ બન્યા છે. હેમંત સોરેન બુધવારે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા અને ગઈકાલે ચંપાઈ સોરેને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

પહેલા 7 જુલાઇએ લેવાના હતા શપથ

 જેએમએમએ પહેલા કહ્યું હતું કે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ હેમંત સોરેન 7 જુલાઈએ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, પરંતુ બાદમાં જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધને નિર્ણય લીધો કે હેમંત સોરેન શપથ આજે શપથ લેશે.


હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને પોસ્ટ કરી હતી આખરે લોકશાહીની જીત થઈ. તેમણે કહ્યું કે 31મી જાન્યુઆરી 2024થી શરૂ થયેલા અન્યાયને હવે ખરા અર્થમાં ન્યાય મળવા લાગ્યો છે.

ચંપાઇ સોરેને આપ્યુ હતું રાજીનામું

મહત્વનું છે કે ચંપાઈ સોરેને બુધવારે 3 જુલાઈના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હેમંત સોરેને સરકાર રચવાનો દાવો કર્યો હતો. જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ બુધવારે રાજભવન ખાતે રાજ્યપાલ રાધાકૃષ્ણનને મળ્યું હતું. હેમંત સોરેનની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, આરજેડી મંત્રી સત્યાનંદ ભોક્તા અને સીપીઆઈ (એમએલ) ધારાસભ્ય વિનોદ સિંહ સામેલ હતા. 

  


  • Follow us on: