યુ ટ્યુબર જ્યોતિ મલ્હોત્રા હાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના જાસૂસના આરોપમાં હાલ તે સમાચારોમાં છે. હરિયાણાના હિસારમાં રહેનારી ટ્રાવેલ વ્લૉગર જ્યોતિ મલ્હોત્રાને હરિયાણા પોલીસે 17મે ના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ઝડપી પાડી છે. ત્યારે આવો જાણીએ જ્યોતિની કેટલી સંપત્તિ છે અને તે સોશિયલ મીડિયામાંથી કેટલુ કમાય છે.
તમને જણાવી દઈએ કે જ્યોતિ એક પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર છે. જે યુટ્યુબ પર 'ટ્રાવેલ વિથ જો' નામથી ટ્રાવેલ સંબંધિત વીડિયો બનાવતી હતી. આ સાથે તેની પાસે ઘણી મોટી બ્રાન્ડ ડીલ્સ હતી. તે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામથી પણ લાખો રૂપિયા કમાતી હતી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે તેની આવક અને મિલકત કેટલી છે?
જ્યોતિએ યુટ્યુબ પરથી કેટલી કમાણી ?
જ્યોતિ મલ્હોત્રા એક પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ક્રિએટર છે. આ સાથે, તેણી પોતાને 'નોમેડિક લીઓ ગર્લ' કહેવાનું પસંદ કરતી હતી. યુટ્યુબ પર તેના લગભગ 3.77 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા અને ઇન્સ્ટાગ્રામ પર 1.33 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. માહિતી અનુસાર યુટ્યુબથી જ્યોતિની કમાણી, જો જ્યોતિના દરેક વીડિયોને સરેરાશ 50,000 વ્યૂઝ મળે અને તે એક મહિનામાં 10 વીડિયો પોસ્ટ કરે, તો તેના માસિક વ્યૂઝ લગભગ 5 લાખ હોઈ શકે છે. તેથી અંદાજિત માસિક YouTube કમાણી રૂ. 83,000 થી રૂ. 4,98,000 ની વચ્ચે હશે.
યુટ્યુબરની નેટવર્થ કેટલી છે?
એવો અંદાજ છે કે જો જ્યોતિ મલ્હોત્રાની યુટ્યુબ અને સોશિયલ મીડિયામાંથી સરેરાશ માસિક કમાણી ₹1.5 લાખની આસપાસ હોય અને તેણીએ તેના 3 વર્ષના કરિયરમાં તેમાંથી લગભગ અડધી બચત કરી હોય, તો તેની કુલ બચત લગભગ 27 લાખ રૂપિયા થઈ શકે છે. જોકે, ટ્રાવેલ વ્લોગિંગમાં મુસાફરી ખર્ચ, વિડીયો એડિટિંગ અને માર્કેટિંગ જેવા ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે.
આ બધી બાબતોને ધ્યાનમાં લેતા, જ્યોતિની અંદાજિત નેટવર્થ રૂ15 લાખ અને રૂ.40 લાખ. ની વચ્ચે હોઈ શકે છે. આ અંદાજ તેની આવક, ખર્ચ, રોકાણ અને જીવનશૈલી પર આધાર રાખે છે. એક યુવાન ટ્રાવેલ વ્લોગર માટે આ રકમ બિલકુલ નાની નથી.