પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે નવા ખુલાસા થઈ રહ્યા છે. NIA અને IB દ્વારા પૂછપરછ દરમિયાન પોતાને નિર્દોષ જાહેર કરનાર જ્યોતિ મલ્હોત્રા અંગે હવે નવા ખુલાસા સામે આવ્યા છે.હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે ભારતીય ગુપ્ત એજન્ટોને ઓળખવામાં મદદ કરવાનો આરોપ લાગ્યો છે


વોટ્સએપ ચેટ્સમાં શંકાસ્પદ વાતચીત

વોટ્સએપ ચેટ્સમાં ખાસ કોડવર્ડ્સ અને શંકાસ્પદ વાતચીત મળી આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI તેનો ઉપયોગ ભારતીય ગુપ્ત એજન્ટોને ઓળખવા માટે કરી રહી હતી.તપાસ એજન્સીઓને જ્યોતિ અને ISI હેન્ડલર અલી હસન વચ્ચેની વોટ્સએપ ચેટ્સ મળી આવી છે જેમાં 'પ્રોટોકોલ' અને 'અંડરકવર એજન્ટ' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભારતીય એજન્ટોને ઓળખવા માટે સૂચના

એક સંદેશમાં, અલીએ પૂછ્યું હતું કે, 'જ્યારે તમે અટારી બોર્ડર પર હતા ત્યારે કોને પ્રોટોકોલ મળ્યો હતો?' જવાબમાં, જ્યોતિએ કહ્યું, 'મને સમજાયું નહીં,' અને પછી તેઓ એટલા મૂર્ખ નહોતા એ પ્રકારની કઈક ચેટ મળી આવી હતી અને આ વાતચીત પરથી એજન્સીઓને શંકા છે કે ISI તેમને ભારતીય એજન્ટોને ઓળખવા માટે સૂચનાઓ આપી રહી હતી.

પાકિસ્તાની અધિકારીઓ સાથેના સંબંધો

૨૦૨૩માં ૩૨૪મા વૈશાખી ઉત્સવ દરમિયાન જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યાંથી, પાકિસ્તાની અધિકારીઓ સાથે તેમના સંબંધો વિકસાવવા લાગ્યા.તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારી એહસાન ડાર ઉર્ફે દાનિશ સાથે પણ વાત કરી હતીતાજેતરમાં ૧૩ મેના રોજ, ભારતે તેને 'પર્સોના નોન ગ્રેટા' જાહેર કરી દેશમાંથી હાંકી કાઢ્યો હતો તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે જ્યોતિને આ સંપર્કો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે શરૂઆતમાં કોઈ પ્રકારની જાણકારી હોવાનો ઇનકાર કર્યો. પરંતુ તપાસ એજન્સીઓનું કહેવું છે કે તે પૂછપરછ દરમિયાન સતત અસ્પષ્ટ જવાબો આપી રહી છે અને હકીકતો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. ટૂંકમાં આ બાબતની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને હરિયાણા પોલીસની સંયુક્ત ટીમ કરી રહી છે હાલમાં જ્યોતિ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. હવે તપાસમાં આગળ શું મોટા ખુલાસા થાય છે એ જોવાનું રહ્યું 

  • Follow us on: