- તમિલના઼ડુ પહોંચ્યા બસપા સુપ્રિમો
- કે.આર્મસ્ટ્રોંગને પાઠવી પુષ્પાંજલિ
- હત્યા મામલે તપાસને લઇને સ્ટાલિન સરકાર પાસે કરી માંગ
બસપાના તમિલનાડુ સ્ટેટ યુનિટ પ્રેસિડેન્ટ કે. આર્મસ્ટ્રોંગની હત્યા થઇ. જેને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે બસપા સુપ્રિમો માયાવતી તમિલનાડુ પહોંચ્યા હતા. તેમણે કે. આર્મસ્ટ્રોંગને આ મામલે ડીએમકે સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા છે. ત્યારે આવો જાણીએ માયાવતીએ આ અંગે શું નિવેદન આપ્યું.
કે. આર્મસ્ટ્રોંગને પાઠવી શ્રદ્ધાંજલિ
બસપા સુપ્રિમો માયાવતી કે. આર્મસ્ટ્રોંગને શ્રદ્ધાંજલિ આપવા માટે તમિલનાડુના પેરામ્બુર પહોંચ્યા હતા. શહેરની એક ખાનગી શાળામાં નશ્વરદેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સપાના વડાએ કહ્યું કે જે રીતે હુમલાખોરોના એક જૂથે કે. આર્મસ્ટ્રોંગની હત્યા કરી તે દર્શાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી.માયાવતીએ દાવો કર્યો હતો કે આ કેસમાં અત્યાર સુધી જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તે અસલી ગુનેગાર નથી. તેમણે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવા વિનંતી કરી જેથી ન્યાય મળી શકે.
સ્ટાલિન સરકાર પાસે કરી આ માગ
માયાવતીએ કહ્યું કે સ્ટાલિને આર્મસ્ટ્રોંગ માટે ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ. તેમજ રાજ્ય સરકારને હત્યાની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, હજુ સુધી અસલી ગુનેગારો પકડાયા નથી. તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ.
માયાવતીની કાર્યકર્તાઓને સલાહ
માયાવતીએ કહ્યું કે આર્મસ્ટ્રોંગની હત્યા બાદ રાજ્યભરના દલિતોમાં ડર પેદા થયો છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. પાર્ટી કાર્યકર્તાઓને સૂચના આપતા માયાવતીએ કહ્યું કે પાર્ટીએ આ મામલાને ગંભીરતાથી લીધો છે, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓએ કાયદો હાથમાં ન લેવો જોઈએ.
કે. આર્મસ્ટ્રોંગની ક્યારે થઇ હત્યા
ઉલ્લેખનીય છે કે 5 જુલાઈના રોજ 47 વર્ષીય કે. આર્મસ્ટ્રોંગની તેમના ઘરે લગભગ 6 બાઈક સવાર હુમલાખોરોએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. હુમલા માટે આવેલા ચાર હત્યારાઓ ફૂડ ડિલિવરી બોયના વેશમાં હતા. હુમલા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે.