- કર્ણાટકના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ
- પૂર અને ભૂસ્ખલનને કારણે લોકો મુશ્કેલીમાં
- ગંગાવલી નદીમાં 10-15 લોકોના ડૂબી જવાની આશંકા
કર્ણાટકના અનેક ભાગોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મંગળવારે ઉત્તરા કન્નડ જિલ્લાના શિરુરમાં એક વિશાળ ભૂસ્ખલન થયાની ઘટના બની છે. એક જ પરિવારના 5 સભ્યો સહિત સાત લોકોના મોતની આશંકા છે.
મળતી માહિતી મુજબ, કર્ણાટકના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નેશનલ હાઈવે 66 પર રોડની બાજુમાં નાની દુકાન ચલાવતા પરિવારના સભ્યો કાદવ-કીચડમાં દટાયા હોવાની આશંકા છે. ભૂસ્ખલનને કારણે એક ગેસ ટેન્કર નજીકની ગંગાવલી નદીમાં ખાબક્યું છે. તે જ સમયે, ઘટના સમયે દુકાન પર કથિત રીતે ચા પી રહેલા વાહનનો ડ્રાઇવર અને ક્લીનર ગુમ છે.













