• CM હિમંત બિસ્વા સરમા પહોંચ્યા ઝારખંડ
  • એક મહિનામાં 3 વખત ગયા ઝારખંડ
  • ડબલ એન્જિનની સરકારને લઇને કર્યો મહત્વનો દાવો

મંગળવારે રાંચી પહોંચેલા આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ઝારખંડમાં થોડા મહિનાઓ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવશે અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર બનશે.

બીજેપીના સહ પ્રભારી છે હિમંતા બસ્વા

મહત્વનું છે કે આસામ સીએમ હિમંતા બિસ્વા સરમા ઝારખંડ બીજેપીના સહ-પ્રભારી છે. છેલ્લા એક મહિનામાં તેઓ ત્રીજી વખત ઝારખંડ આવ્યા છે. બિરસા મુંડા એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમારી પાર્ટીએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં સારું પ્રદર્શન કર્યું છે. અમે વિધાનસભાની ચૂંટણીમાં પણ વધુ સારા પરિણામો હાંસલ કરીશું. અમને રાજ્યની જનતા અને પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં વિશ્વાસ છે.


ઝારખંડની હાલની સરકાર થઇ જશે બહાર

તેમણે કહ્યું કે રાજ્યની વર્તમાન સરકાર ચૂંટણી બાદ સત્તામાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ઝારખંડ આવ્યા બાદ તે ઉર્જાથી ભરાઈ જાય છે. તે વારંવાર અહીં આવવા માંગે છે. મંગળવારે તેઓ પાર્ટી દ્વારા ખુંટી અને તોરપા વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત વિજય સંકલ્પ બેઠકોમાં ભાગ લેશે. આ દરમિયાન બૂથ સ્તરના કાર્યકરોનું સન્માન કરવામાં આવશે.


  • Follow us on: