- જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આતંકી હુમલો
- આતંકીઓને સેનાના વાહન પર કર્યો હતો હુમલો
- હુમલો કરતા પહેલા આતંકીઓએ કરી હતી રેકી
જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે સોમવારે સાંજે અથડામણ થઇ હતી. આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા છે જ્યારે 5 જવાન ઘાયલ થયા છે.. ઘટનાને લઇને હાલમાં પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ત્યારે આતંકી હુમલાને લઇને સૂત્રો દ્વારા ચોંકાવનારી માહિતી સામે આવી છે. આતંકીઓએ હુમલાનો અંજામ આપતા પહેલા તે વિસ્તારની રેકી કરી હતી.
કાચા રસ્તા હોવાનો ઉઠાવ્યો લાભ
કહેવામાં આવી રહ્યુ છે કે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો અને પછી ફાયરિંગ કર્યુ. વળી સેના જ્વારા બડનોટામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ હતું ત્યારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. મળતી માહિતી મુજબ કાચા રસ્તા હોવાને કારણે 15 કિમી પ્રતિ કલાકથી ઝડપથી વધારે સ્પીડમાં વાહન ચલાવી શકાતુ નથી. આથી સેના ધીરે ધીરે આગળ વધી રહી હતી.
સ્થાનિક ગાઇડે આતંકીઓની કરી મદદ ?
સૂત્રોનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકી કરવા માટે સ્થાનિક ગાઇડે આતંકીઓને મદદ કરી હતી. આ ગાઈડ આતંકવાદીઓને ખોરાક પણ આપતા હતા અને તેમને આશરો પણ આપતા હતા. હુમલાને અંજામ આપ્યા બાદ આ સ્થાનિક ગાઈડોએ આતંકીઓને છુપાઈ જવા માટે પણ મદદ કરી હતી.
હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ ?
સૂત્રોનું કહેવું છે કે આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હતા. આ આતંકવાદીઓ પાસે અમેરિકન બનાવટની M4 કાર્બાઈન રાઈફલ્સ, વિસ્ફોટક ઉપકરણો અને અન્ય હથિયારો છે. એવું પણ લાગે છે કે હુમલા બાદ આતંકીઓ સુરક્ષિત રીતે ભાગી છૂટવામાં સફળ થયા હતા.
સર્ચ ઓપરેશન તેજ
મોડી રાત સુધી સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને કોઈ સફળતા મળી ન હતી. જો કે હાલમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. જંગલની અંદર આતંકવાદી હુમલાનું ચોક્કસ સ્થળ ઓળખી લેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં 2 થી 3 આતંકીઓ સામેલ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓની સાથે તેમના સ્થાનિક સમર્થકો પણ હતા, જેમણે તેમને રસ્તો બતાવવામાં મદદ કરી હતી. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય સૈનિકોને વધુમાં વધુ જાનહાનિ પહોંચાડવાનો હતો.