ઉત્તરાખંડ ચારધામ યાત્રા 28 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી. યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાંથી લોકો દર્શન માટે ચારધામ યાત્રા પર પહોંચી રહ્યા છે. તો આ તરફ, કેદારનાથ ધામમાં હેલીકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. દેહરાદૂનનાં જોલી ગ્રાન્ટ એરપોર્ટથી કેદારનાથ અને બદ્રીનાથ માટે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. જોલી ગ્રાન્ટ એરપોર્ટથી MI 17 હેલિકોપ્ટરમાં 20 શ્રદ્ધાળુઓનું એક જૂથ રવાના થયું છે.


હેલીકોપ્ટર સેવા શરૂ

પોલીસ વહીવટીતંત્ર દ્વારા ચારધામ યાત્રા રૂટ પર વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યુ છે. ચારધામની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓને છોડ્યા પછી, MI 17 હેલિકોપ્ટર જોલી ગ્રાન્ટ પરત ફરશે. કેદારનાથના દરવાજા 2 મેના રોજ દર્શન માટે ખોલવામાં આવ્યા છે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખોલવામાં આવશે. માર્ગ પર વીજળી, પાણી, વગેરે જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે. 2 મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ખુલવાની સાથે જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળી રહ્યા છે. પહેલા દિવસે 30 હજારથી વધુ ભક્તોએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. કેદારનાથના દરવાજા ખુલ્યા તે દિવસથી 9 હેલિકોપ્ટર કંપનીઓએ હેલિકોપ્ટર સેવાઓ શરૂ કરી દીધી છે. પહેલા જ દિવસે હેલિકોપ્ટર કંપનીઓમાં મુસાફરોની ભીડ હતી. શુક્રવાર સવારથી જ કેદાર ખીણના ઘણા હેલિપેડ પરથી હેલિકોપ્ટર ઉડાન શરૂ થઈ ગઈ છે.

ટિકીટનું ઓનલાઇન બુકીંગ

મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને અન્ય લોકો કેદારનાથ પહોંચ્યા છે. ચારધામ યાત્રા પર જતા પહેલા, યાત્રાળુઓ માટે registrationandtouristcare.uk.gov.in વેબસાઇટ પર નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. રજીસ્ટ્રેશન મોબાઈલ એપ touristcareuttarakhand પર પણ કરી શકાય છે. હેલિકોપ્ટર મુસાફરી માટે હેલી ટિકિટ heliyatra.irctc.co.in પર બુક કરાવી શકાય છે. કોઈપણ સમસ્યા માટે, ભક્તો 0135-1364 ટોલ ફ્રી નંબર પર 24 કલાક સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, તમે ટેલિફોન નંબર 01352559898 અને 01352552627 પર પણ સંપર્ક કરી શકો છો.

  • Follow us on: