- કપાટ ખૂલતા પહેલાં અનુષ્ઠાન ચાર દિવસ પહેલાં એટલે કે 21મી એપ્રિલના રોજ શરૂ થશે
- કપાટ ખૂલતા જ બાબાના દરબારમાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ શરૂ થઇ જ
- 21 એપ્રિલના રોજ ડોલી ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થશે
ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામના કપાટ કયારે ખૂલશે, તેની જાહેરાત થઇ ગઇ છે. શનિવારના રોજ મહાશિવરાત્રિ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા-અર્ચના બાદ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવાના લઇને મૂહુર્ત નક્કી કરાયું છે. આ વર્ષે કેદારનાથ મંદિરના કપાટ મેઘ લગ્નમાં ખૂલશે.
મળતી માહિતી પ્રમાણે કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલના રોજ મેઘ લગ્નમાં સવારે 6:20 મિનિટ પર ખૂલશે. કેદારનાથ મંદિરના કપાટ ખૂલતાની સાથે જ બાબાના દરબારમાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ શરૂ થઇ જશે.













