- કેદારનાથ મંદિરની પાછળના પહાડોમાં હિમસ્ખલન
- હિમસ્ખલનથી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી
- ગાંધી સરોવર નજીકના પર્વતમાં આવ્યું હતું બરફનું તોફાન
કેદારનાથ મંદિરની પાછળના પહાડોમાં રવિવારે સવારે ફરી એકવાર હિમસ્ખલન થયો છે. જો કે, આ હિમસ્ખલનથી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. આ બરફીલા ટેકરી પર સમયાંતરે હિમસ્ખલન આવતા રહે છે. પર્યાવરણવાદીઓ આ ઘટનાને ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે.
રવિવારે સવારે લગભગ 5.46 વાગ્યે કેદારનાથ ધામની પાછળ ગાંધી સરોવરની ટેકરી પર હિમપ્રપાત થયો હતો. ડુંગર પરથી બરફ ઘણો નીચે આવ્યો. ટેકરી પર બરફ અને ધુમાડો ઉડવા લાગ્યો. આ પછી કેદાનગરીમાં હલચલ મચી ગઈ હતી. આ હિમપ્રપાત લાંબા સમય સુધી આવતો રહ્યો. જોકે, આ ટેકરી પર હિમપ્રપાત નવી વાત નથી. અહીં સમયાંતરે હિમપ્રપાત આવતા રહે છે.













