• પંજાબના હોશિયારપુરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
  • ઘટનામાં 6 વર્ષના બાળક સહિત ચાર લોકોના મોત
  • મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

પંજાબમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં કારના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 6 વર્ષના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનો કબજે કર્યા હતા. મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

કારમાં 5 લોકો સવાર હતા

આ અકસ્માત પંજાબના હોશિયારપુરમાં થયો હતો. શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ ટોયોટા કારને ટેન્કર ટ્રકે ટક્કર મારી હતી. કારમાં ડ્રાઈવર સહિત 5 લોકો સવાર હતા. ASI રાજેશ કુમારના જણાવ્યા અનુસાર, અકસ્માત ખૂબ જ ભયાનક હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક 6 વર્ષનો બાળક પણ સામેલ છે. એક મહિલા ગંભીર રીતે ઘાયલ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

16 વર્ષના કિશોરનું પણ મોત

પોલીસના જણાવ્યા અનુસાર, કટરાનો રહેવાસી ફારૂક અહેમદ તેના ભાઈ આરિફ અહેમદ અને પત્ની સરિશ નાઝનીન સાથે પંજાબ આવ્યો હતો. કારમાં બે બાળકો મોબીશ (17) અને અર્શલાન (16) પણ હતા. અકસ્માતમાં ફારૂક, આરીફ, અર્શલાન અને મોબીશનું મોત થયું હતું. સરિશ ગંભીર રીતે ઘાયલ છે. સરિશને અમૃતસરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ તેની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પરિવાર ચંદીગઢ જઈ રહ્યો હતો

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ફારુકના ભાઈ આરિફ અહેમદની તબિયત ખરાબ છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. ચંદીગઢમાં આરીફની સારવાર કરાવવા માટે બધાં સવારે 3 વાગ્યે કટરાથી નીકળી ગયા. 7 વાગ્યાની આસપાસ હોશિયારપુર-ટાંડા રોડ પર એક ટેન્કરે કારને ટક્કર મારી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે ટ્રક ચાલક ટક્કર બાદ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટ્રક હિમાચલ પ્રદેશની છે. પોલીસ ડ્રાઇવરની શોધમાં વ્યસ્ત છે.

  • Follow us on: