• કોલકાતા રેપ મર્ડર કેસ પર રાષ્ટ્રપતિનું નિવેદન
  • બસ હવે બહુ થઇ ગયુ- રાષ્ટ્રપતિ
  • હું નિરાશ અને ભયભીત છું- રાષ્ટ્રપતિ

કોલકાતા ડોક્ટર રેપ અને હત્યા મામલે દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આજે ભાજપ દ્વારા કોલકાતા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ મામલે બીજેપી દ્વારા બંગાળ પોલીસ અને મમતા સરકાર સામે પીડિતાને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ મામલે એક તરફ સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકારણ પણ ગરમાઇ રહ્યુ છે. ત્યારે આ મામલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો ગુસ્સો સામે આવ્યો છે.

રાષ્ટ્રપતિએ આપી પ્રતિક્રિયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતામાં એક યુવાન મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના પગલે મહિલાઓ સામેના વધતા જતા ગુનાઓ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે રોષ ઠાલવતા કહ્યું કે બસ હવે બહુ થઇ ગયુ. મહિલાઓ વિરુદ્ધ અત્યારચાર સહન નહી થાય. હું નિરાશ અને ભયભીત છું. તેમણે ઉમેર્યું કે આપણા સમાજને પ્રામાણિક અને નિષ્પક્ષ આત્મનિરીક્ષણની જરૂર છે.

હવે બહુ થયુ

આવુ પહેલીવાર થયુ છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે  દેશમાં મહિલાઓ સામેના ગુનાઓની વધતી જતી ઘટનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પરના આવા અત્યાચારને સહન કરી શકે નહીં. કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે ગુનેગારો અન્યત્ર ફરતા હતા. હવે બહુ થયું. સમાજે પ્રમાણિક અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

શું છે મામલો ?

આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો આરોપી સંજય રોય 8મી અને 9મી તારીખની રાત્રે અલગ-અલગ બહાને કુલ ચાર વખત આરજી હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ભટકીને બહાર આવ્યો હતો. પરંતુ આરોપ છે કે જ્યારે તે ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી હતી.તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોય ઘટનાની રાત્રે હોસ્પિટલની નજીકના રેડ લાઇટ એરિયામાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે રસ્તામાં એક યુવતીની છેડતી કરી હતી.

  • Follow us on: