મધ્ય પ્રદેશના ઈન્દોરમાં રાજ્યની પહેલી મેટ્રો રેલ સેવા શરૂ થઈ ગઈ છે. આ માટે ઈન્દોરમાં 6.3 કીલોમિટર લાંબા સુપર પ્રાયોરિટી કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 મેના દિવસે વર્ચુઅલ માધ્યમથી કર્યું હતું. ઈન્દોરમાં રહેનારા 32 લાખ લોકોને મેટ્રોસેવાથી ફાયદો થશે. મળતી માહિતી પ્રમાણે ઈન્દોર મેટ્રો રેલ પોતાની શરૂઆત પહેલા ફ્રી ટ્રાવેલ સર્વિસની ઓફર આપી રહી છે. ઈન્દરો મેટ્રઓનો ઉદેશ્ય શહેરની ટ્રાન્સપોર્ટ સેવાને બદલવાનો છે.
ઈન્દોર મેટ્રોમાં કેટલા સ્ટેશન હશે
ભારતના વધતા મેટ્રો નેટવર્કમાં હવે મધ્યપ્રદેશનું ઈન્દોર પણ શામેલ થયું છે. પીએમ મોદીએ અહલ્યાબાઈ હોલ્કરની 300મી જયંતિનાન અવસર પર 31 મે 2025ના રોજ ભોપાલથી વર્ચુઅલી ઈન્દોર મેટ્રઓની લીલી ઝંડી આપી છે. ઈન્દોર મેટ્રોની શરૂઆત 6.3 કિલોમીટર લાંબા સુપર પ્રાયોરિટી કોરિડોરથી થાય છે. આ રુટ ગાંધીનગર સ્ટેશનને સુપર કોરિડોર-3 સાથે જોડે છે. ઈન્દોર મેટ્રોના પહેલા સેક્શનમાં 5 ઓપરેશનલ સ્ટેશન છે. જેમાં સુપર કોરિડોર-3, સુપર કોરિડોર-4, સુપર કોરિડોર-5, સુપર કોરિડોર -6 અને ગાંધીનગર સ્ટેશનનો સમાવેશ થાય છે.
મેટ્રોનું ભાડું કેટલું હશે?
ઈન્દોરના લોકોને મેટ્રોનો અનુભવ આપવા માટે ફ્રી ટ્રાવેલ સર્વિસ આપવામાં આવશે. આ પછી અંતરના આધારે ભાડુ લેવામાં આવશે. આશા છે કે મેટ્રોની ટિકીટ 20 થી 30 રૂપિયા સુધીની હશે. હાલ ઈન્દોર મેટ્રોમાં ત્રણ કોચવાળી ટ્રેનો છે. ટ્રેનના એક કોચમાં 980 યાત્રીઓ એકસાથે બેસી શકે છે. એટલે કે એક વખતમાં મેટ્રો ટ્રએનની અંદર 2940 મુસાફરો બેસી શકે છે.
ભવિષ્યનું પ્લાનિંગ શું છે?
ઈ્દોર મેટ્રોની લોંગ વિઝન પ્લાનિંગ પ્રમાણે આખા શહેરમાં 28 સ્ટેશનને કવર કરવામાં આવશે. તેની લંબાઈ 31,32 કિલોમીચર હશે. આ પ્રોજેક્ટ નિર્માણમાં 7500.8 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.