- ચાર્જશીટમાં પહેલી વખત તેજસ્વી યાદવનું નામ ખુલ્યું
- લાલુ સહિત કુલ 16 લોકોને આરોપી તરીક દર્શાવાયા
- રેલવેમાં નોકરી બદલ જમીનનો સોદો થયો હતો.
લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવની સામે કેસ ચલાવવા માટે આખરે ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે. તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને ગૃહમંત્રાયલ તરફથી લાલુ યાદવ સામે કેસ ચલાવવા મંજૂરી આપી દેવાઈ છે. તપાસ એજન્સીએ આ જાણકારી કોર્ટને આપી હતી. જોકે, આ કેસમાં આરોપી સામે ત્રણ અધિકાર પર કેસ ચલાવવા માટેની મંજૂરી સરકારે નથી આપી. તારીખ 3 જુલાઈના રોજ તપાસ એજન્સીએ સપ્લીમેનટ્રી ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ ચાર્જશીટમાં પહેલી વખત તેજસ્વી યાદવનું નામ સામે આવ્યું હતું.
રેલવેમાં નોકરી બદલ જમીન
તપાસ એજન્સીએ કરેલી તપાસમાં લાલુ યાદવ, પત્ની રાબડી દેવી સહિત કુલ 16 લોકોના નામનો ઉલ્લેખ છે. જેને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે, આ પહેલી વખત નથી કે, તપાસ એજન્સીએ લાલુ સામે કાયદેસરના પગલાં લીધા હોય. ન માત્ર લાલુ પણ રેલવે વિભાગમાં ખોટી રીતે નોકરી મેળવનારા અધિકારીઓ તથા નોકરીમાં લાભ લેનારાઓના નામ પણ સામેલ છે. લેન્ડ ફોર જોબ કૌભાંડ 14 વર્ષ જૂનું છે. આ એ સમયની વાત છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ એક રેલવે મંત્રીના પદ પર રહ્યા હતા. જેમાં તેમણે રેલવેમાં નોકરી અપાવવા બદલ જે તે નોકરી લેનારની જમીન પોતાના નામ પર લખાવી દીધી હતી. વર્ષ 2004થી વર્ષ 2009 સુધી તેઓ રેલવે મંત્રી તરીકે રહ્યા હતા.
તપાસનો ધમધમાટ ચાલું
તારીખ 18 મેના રોજ તપાસ એજન્સીએ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર લોકોને પહેલા રેલવેના ડી ગ્રૂપમાં પદ પર સબસ્ટીટ્યુડ તરીકે ભરતી કરાવી દેવામાં આવી હતી. પછી એમના પરિવારની જમીનનો સોદો થયો હતો. પછી એમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીનું એવું કહેવું છે કે, પટણામાં લાલુ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગફીટ જમીન પર ખોટી રીતે કબજો જમાવી લીધો હતો. જેનો સોદો રોકડામાં થયો હતો. આ જમીન ખૂબ જ સસ્તા ભાવે વેચી દેવામાં આવી હતી. આ કેસમાં તપાસ એજન્સી હજુ પણ તપાસ ચલાવી રહી છે. જ્યારે એમની સામે મની લોન્ડ્રિગનો કેસ ફાઈલ છે. એની પણ તપાસ ચાલું છે. તારીખ 27 જુલાઈના રોજ લાલુ યાદવ અને સાથી ભોલા યાદવ તથા હ્દયાનંદ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.