- સવારે 11 વાગ્યા સુધીમાં ત્રિપુરામાં 51 ટકા મતદાન નોંધાયુ
- પશ્ચિમ બંગાળમાં 33.56$ અને મેઘાલયમાં 33.12% મતદાન થયુ
- સવારે 11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું 16.33% મતદાન લક્ષદ્વીપમાં
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનમાં આજે સવારથી જ મતદાન કરવા નાગરિકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બપોરે 1 વાગ્યા સુધી ત્રિપુરામાં 51 ટકા મતદાનની ટકાવારી નોંધાયા બાદ ત્રિપુરાના મતદારો મતદાનમાં મોખરે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 33.56%, મેઘાલય 33.12% અને મધ્યપ્રદેશ 30.56% જેવા અન્ય રાજ્યો પણ મતદાન ટકાવારમાં સારું રહ્યું હતું.
સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં નોંધાયું
સવારે 11 વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં 16.33% નોંધાયું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાગ લેનારા રાજ્યો માટે મતદાનની ટકાવારી આ પ્રમાણે છે. જેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ - 21.82%, અરુણાચલ પ્રદેશ - 18.74%, આસામ - 27.22%, બિહાર - 20.42%, છત્તીસગઢ - 28.12%, જમ્મુ અને કાશ્મીર - 22.60%, મહારાષ્ટ્ર - 19.17% મતદાન થયું હતું.
ક્યાં કેટલું મતદાન નોંધાયું
જ્યારે મણિપુર - 28.19%, મેઘાલય - 33.12%, મિઝોરમ - 26.56%, નાગાલેન્ડ - 22.82%, પુડુચેરી - 28.10%, રાજસ્થાન - 22.51%, સિક્કિમ - 21.20%, તમિલ – 20%, ત્રિપુરા – 20% - 34.54%, ઉત્તરપ્રદેશ - 25.20%, ઉત્તરાખંડ 24.83% મતદાન નોંધાયું હતું.
ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી
દરમિયાન આજે વહેલી સવારે કૂચબિહાર મતવિસ્તારમાં પોલિંગ એજન્ટને બૂથમાં પ્રવેશવાની મંજૂરી ન મળતાં ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટેનું મતદાન શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 102 સંસદીય મતવિસ્તારોમાં શરૂ થયું કારણ કે મેગા સાત તબક્કાની ચૂંટણી કવાયત સવારે 7:00 વાગ્યે શરૂ થઈ હતી.
સાંજે 6:00 વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
સાંજે 6:00 વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, કુલ 1.87 લાખ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે 102 મતવિસ્તારોમાં મતદાન માટે 18 લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી 2024 કુલ સાત તબક્કામાં યોજાશે
લોકસભા ચૂંટણી 2024 કુલ સાત તબક્કામાં યોજાનાર છે. ત્યારે લોકસભા ચૂંટણીનું મતદાનનો બીજો તબક્કો 26 એપ્રિલે યોજાનાર છે. જ્યારે બાકીના બીજા તબક્કાઓમાં તારીખ 7 મે, તારીખ 13 મે, તારીખ 20 મે, તારીખ 25 મે અને તારીખ 1 જૂનના રોજ અલગ અલગ સાત તબક્કામાં મતદાન યોજાશે. મહત્ત્વનું છે કે, 2019 યોજાયેલી છેલ્લી સામાન્ય ચૂંટણીઓ પણ સાત તબક્કામાં યોજાઈ હતી.