- કેરળમાં ઐતિહાસિક ભાજપે ખાતું ખોલાવ્યું
- કેરળની ત્રિશૂર બેઠક પર ભાજપના સુરેશ ગોપી વિજેતા જાહેર
- વાયનાડ બેઠક પર રાહુલ ગાંધી વિજેતા બન્યા
લોકસભા ચૂંટણી-2024ની મતગણતરી ચાલુ છે અને આંકડાઓના શરૂઆતના ગાળાના ટ્રેન્ડઝ તમામ રાજકીય પક્ષોના માથે ચિંતાના વાદળો લાવી દીધા છે. આ દરમિયાન ભાજપે ઉમેદવાર સુરેશ ગોપીએ કેરલના ત્રિશૂર બેઠક પર જીત નોંધાવી છે. આની સાથે ઈતિહાસમાં પ્રથમવાર ભાજપે કેરળમાં પોતાનુ ખાતું ખોલ્યું છે. આ ચૂંટણીમાં સુરેશ ગોપીએ પોતાના હરિફ સીપીઆઈના ઉમેદવાર કે.વી.એસ સુનિલ કુમારને 74 હજાર કરતાં વધુ મતથી હરાવ્યા છે.
કેન્દ્રીય ચૂંટણીપંચના સત્તાવાર આપેલા આંકડાઓ અનુસાર, કેરળની ત્રિશૂર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુરેશ ગોપીને ચાર લાખ 12 હજાર 338 મત મળ્યા છે. તેઓના હરિફ ઉમેદવાર સીપીઆઈના વી.એસ.સુનિલ કુમારને 3.37 લાખ વોટ મળ્યા હતા. જ્યારે ત્રીજા નંબરે રહેલા કોંગ્રેસના મુરલીધરને 3.28 લાખ વોટ મળ્યા છે. આમ છતાં કોંગ્રેસે દક્ષિણના રાજ્ય કેરળમાં અસરકારક પ્રદર્શન કર્યું છે. જેને 20માંથી 13 બેઠકો પર લીડ મેળવીને જીત નોંધાવી છે. જ્યારે સીપીએમ બે સીટ પર અને આઈયુએમએમલ બે સીટથી આગળ છે.













