- ભારતીય ખેલાડીઓએ કર્યુ મતદાન
- સચિન પુત્ર અર્જુન સાથે મતદાન કરવા પહોંચ્યા
- મુંબઇની 6 બેઠકો પર થયુ મતદાન
લોકસભાની ચૂંટણીને લઇને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે તેમાં મહારાષ્ટ્રની 13 બેઠકોનો સમાવેશ થાય છે. આ દરમિયાન મુંબઈની તમામ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે બોલિવૂડ સેલેબ્સ સહિત ખેલાડીઓ પણ મતદાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રહ્યા છે.
પુત્ર સાથે તેંદુલકરે કર્યુ મતદાન
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર, અજિંક્ય રહાણે અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓએ મુંબઈમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન સોમવારે પોતાના પુત્ર અર્જુન તેંડુલકર સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. પોલિંગ બૂથની બહાર મીડિયા સાથે વાત કરતી વખતે સચિને કહ્યું કે હું લોકોને મતદાન કરવાની અપીલ કરું છું. મતદાન કરવું એ આ આપણા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂર્ય કુમાર યાદવે પણ કર્યુ મતદાન
સચિન ઉપરાંત ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ તેઓએ દરેકને મતદાન કરવા અપીલ કરી હતી. ફોટો પોસ્ટ કરતી વખતે સૂર્યકુમારે કેપ્શન લખ્યું, આજે જ તમારા મતનો ઉપયોગ કરો અને દેશના ભવિષ્યને સુધારવામાં યોગદાન આપો.
રહાણે પત્ની સાથે વોટિંગ કર્યું
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી રહેલા ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણે પોતાની પત્ની સાથે મતદાન કરવા મુંબઈ ગયા હતા. વોટ આપ્યા બાદ રહાણેએ તેની પત્ની સાથે એક ફોટો શેર કર્યો હતો. ફોટો પોસ્ટ કરતી વખતે રહાણેએ કેપ્શન લખ્યું, અમે અમારી જવાબદારી નિભાવી. અને તમે ?