- માયાવતીએ કર્યુ લખનૌમાં મતદાન
- મતદાન કરવાની સૌને કરી અપીલ
- જનહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઇએ
લોકસભાની ચૂંટણીને લઇને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ લખનૌમાં વોટિંગ કર્યુ. માયાવતીએ કહ્યું કે હું સૌને અપીલ કરુ છું કે વોટ કરવા લોકો જરૂર જાય. પહેલા મતદાન કરો પછી જમવાનું.
જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવું જોઇએ
માયાવતીએ વધુમાં કહ્યું કે પહેલા ચૂંટણી દેશ અને જનહિતના મુદ્દાઓ પર યોજાતી હતી પરંતુ આ વખતે ચૂંટણીઓ આરોપ-પ્રત્યારોપ પર થઈ રહી છે. આ સારી વાત નથી. રાજકીય પક્ષોએ જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપવું જોઈએ.
BSP કેટલી સીટો જીતશે?
બસપા કેટલી સીટો જીતશે તે અંગે માયાવતીએ કહ્યું કે અત્યારે મતદાન ચાલી રહ્યું છે અને પાંચમા તબક્કા પછી બે તબક્કાની ચૂંટણી બાકી છે. જ્યારે પરિણામ આવશે ત્યારે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ભાજપના 400 સીટોના દાવા અંગે માયાવતીએ કહ્યું કે દરેક પાર્ટી દાવો કરે છે કે તે સરકાર બનાવી રહી છે. પરંતુ જ્યારે પરિણામ આવશે ત્યારે બેઠકો અને સરકાર કોની બનશે તે ખબર પડશે.
આ વખતે ચોક્કસ બદલાવ આવશે- માયાવતી
માયાવતીને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે આ ચૂંટણીમાં બદલાવ આવશે? આ સવાલના જવાબમાં માયાવતીએ કહ્યું કે મને લાગે છે કે આ વખતે ચોક્કસ બદલાવ આવશે. મને લાગે છે કે જનતા મૌન છે અને ખુલ્લેઆમ બોલતી નથી. તે આ બધું જોઈ રહી છે. જ્યારે માયાવતીને ઇન્ડિ. ગઠબંધનના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગત વખતે પણ સરકાર બનાવવાનો એવો જ દાવો કરી રહ્યા હતા.
કેટલા તબક્કામાં થશે મતદાન ?
લોકસભા ચૂંટણી 2024 કુલ 7 તબક્કામાં થવાનું છે. યુપીની 80 અલગ-અલગ સીટો પર સાત તબક્કામાં એક પછી એક ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી માટે ચાર તબક્કાનું મતદાન થયું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. તે જ સમયે, સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને આવશે.