- લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે રાખ્યુ સસ્પેન્સ
- અમેઠી અને રાયબરેલીમાં જાહેર નથી કર્યા ઉમેદવાર
- કોંગ્રેસ નેતાએ ઉમેદવારોની જાહેરાત અંગે આપ્યો જવાબ
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીમાં સસ્પેન્સ યથાવત રાખ્યુ છે. હજી સુધી કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા નથી. અટકળો એવી પણ સામે આવી રહી છે કે રાહુલગાંધી અમેઠીથી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. પરંતુ હવે તે વાત પણ સ્પષ્ટ નથી. તેવામાં કોંગ્રેસના પણ નકારી કાઢવામાં આવી રહી છે. તેવામાં કોંગ્રેસ તરફથી આ મામલે એક નિવેદન સામે આવ્યું છે.
રાજીવ શુક્લાએ આપ્યો જવાબ
આ વચ્ચે કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાને આ અંગે સવાલ કરતા જવાબ આપ્યો છે કે જનતાની માંગ છે કે અમેઠી અને રાયબરેલીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે. પરંતુ આ મામલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ નક્કી કરશે.
શું કહ્યુ જયરામ રમેશે ?
આ મામલે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પાર્ટી અધ્યક્ષને અમેઠી અને રાયબરેલી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની સત્તા આપી છે. આગામી 24-30 કલાકમાં કોંગ્રેસ અધ્યક્ષ ઉમેદવારોને આખરી ઓપ આપશે અને તેનો નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસ પાસે નથી વધારે સમય
મહત્વનું છે કે અમેઠીમાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. 26 એપ્રિલથી અહીં ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે. પાંચમા તબક્કામાં કુલ 49 બેઠકો પર મતદાન થવાનું છે. અમેઠીમાં નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરવા માટે વધુ સમય નથી.
કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કેમ નથી કરી રહી?
2019માં હાર છતાં રાહુલ ગાંધીએ અમેઠી સાથે ગાઢ સંબંધ જાળવી રાખ્યો છે. હાર બાદ અનેક જાહેર ભાષણોમાં તેમણે અમેઠીને પોતાનું ઘર ગણાવ્યું અને કહ્યું કે તેમને અમેઠીથી કોઈ અલગ કરી શકશે નહીં. આ સિવાય પાર્ટીના સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાહુલ અમેઠીથી ફરીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.