- રાયબરેલીથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી
- પ્રિયંકાગાંધીને નથી કોઇ બેઠક પર બનાવ્યા ઉમેદવાર
- જયરામ રમેશે કરી સ્પષ્ટતા, કે કેમ પ્રિયંકાગાંધી ચૂંટણી મેદાને નહી
રાયબરેલી અને અમેઠી બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડ તેમજ રાયબરેલીથી ચૂંટણી લડવાના છે. પહેલા એવી અટકળો હતી કે આ વખતે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડવાના છે, પરંતુ પાર્ટીએ તેમને એકપણ લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા નથી. ત્યારે કોંગ્રેસના આ નિર્ણયને લઇને સવાલો ઉઠ્યા છે. જે મામલે કોંગ્રેસ નેતા જયરામ રમેશે સ્પષ્ટતા કરી છે.
રાયબરેલી વારસો છે જવાબદારી નથી: જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રિયંકા ગાંધીના ચૂંટણી નહીં લડવા અંગે સ્પષ્ટતા કરી છે. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે રાયબરેલી માત્ર સોનિયાજીની નથી, ઇંદિરા ગાંધીજીની સીટ રહી છે. આ વારસો નહી જવાબદારી છે. કર્તવ્ય છે.
પ્રિયંકા ગાંધીને કેમ ન ઉતાર્યા મેદાને ?
પ્રિયંકા ગાંધી ચૂંટણી ન લડવા અંગે જયરામ રમેશે જણાવ્યું હતું કે પ્રિયંકાજી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે તેઓ દરેક સવાલનો જવાબ આપીને લોકોની બોલતી બંધ કરી રહ્યા છે. આથી તેઓ માત્ર પોતાના જ ક્ષેત્ર સુધી સિમિત ન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. પ્રિયંકાજી તો કોઇ પણ ઉપચૂંટણી લડીને સદન સુધી પહોંચી જશે.
રાહુલ ગાંધી સાવધાનીથી પગલાં ભરે છેઃ જયરામ રમેશ
જયરામ રમેશે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી રાજનીતિ અને ચેસના અનુભવી ખેલાડી છે. તેઓ સમજી વિચારીને દાવ રમે છે. આવો નિર્ણય પાર્ટીના નેતૃત્વએ બહુ વિચાર વિમર્શ કરીને રણનીતિને ધ્યાને રાખીને નિર્ણય લીધો છે.