• 1જૂને 57 બેઠકો પર મતદાન
  • યુપી સહિત 8 રાજ્યોમાં મતદાન
  • સાતમાં તબક્કામાં 904 ઉમેદવારો મેદાને

લોકસભાની ચૂંટણી હવે છેલ્લા અને અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 બેઠકો પર 1 જૂને મતદાન છે. આ તબક્કામાં 904 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. જેમાં પીએમ મોદી વારાણસી બેઠક પરથી ઉમેદવાર છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય વારસ ગણાતા અભિષેક બેનર્જીની ડાયમંડ હાર્બર સીટ અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીની પાટલીપુત્ર સીટ પણ સામેલ છે.

આ બેઠકો પર થશે ચૂંટણી


રાજ્યબેઠકઉમેદવાર
ઉત્તર પ્રદેશ144 
બિહાર 134 
ઓડિશા 66 
ઝારખંડ 52 
હિમાચલ પ્રદેશ 4 37 
પશ્ચિમ બંગાળ 124 
ચંદીગઢ 1 19 


2019માં સાતમા તબક્કાનું પરિણામ

  • ભાજપ-25 બેઠક
  • કોંગ્રેસ-8 બેઠક
  • JDU- 3 બેઠકો
  • અપના દળ (એસ) 2 બેઠકો
  • શિરોમણી અકાલી દળ- 2 બેઠક
  • આમ આદમી પાર્ટી- 1
  • BJD- 2બેઠક
  • JMM- 1 બેઠક
  • TMC- 9 બેઠક
  • NDA -32
  • upa-9
  • અન્ય-14

2019 થી 2024 સુધી બદલાયા સમીકરણ

પંજાબમાં 27 વર્ષથી ભાજપ સાથે મળીને ચૂંટણી લડતું અકાલી દળ આ વખતે અલગથી ચૂંટણી લડી રહ્યું છે. એટલું જ નહીં પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ અલગ-અલગ ચૂંટણી મેદાનમાં છે. પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે, જેના કારણે તેને આ વખતે પોતાની સીટો વધારવાની આશા છે. તેવી જ રીતે આ વખતે હિમાચલમાં કોંગ્રેસ સત્તા પર છે, જેના કારણે ભાજપ માટે ક્લીન સ્વીપ કરવું સરળ નથી. બિહારથી લઈને યુપી સુધી રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે, જ્યારે બંગાળમાં મમતા બેનર્જીને પોતાની બેઠકો જાળવી રાખવાનો પડકાર છે.

યુપીની 13 બેઠકો પણ મતદાન

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 1 જૂને ઉત્તર પ્રદેશની 13 બેઠકો પર મતદાન થવાનું છે. મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ 13 બેઠકો પૂર્વાંચલ પ્રદેશની છે. 2019ની ચૂંટણીમાં, ભાજપ 13માંથી 9 બેઠકો જીતવામાં સફળ રહી, જ્યારે બે બેઠકો તેના સહયોગી અપના દળ (એસ) અને બે બેઠકો બસપાએ જીતી. બીએસપીએ ગાઝીપુર અને ઘોસી બેઠકો જીતી હતી, જ્યારે અપના દળ (એસ) એ મિર્ઝાપુર અને રોબર્ટસગંજ જીતી હતી.

આ વખતે ભાજપ અંતિમ તબક્કામાં 13માંથી 10 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને ત્રણ બેઠકો પર સાથી પક્ષો છે. અપના દળ (એસ) બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે ઓમ પ્રકાશ રાજભરની પાર્ટી એક બેઠક પર ચૂંટણી લડી રહી છે. જ્યારે ઇન્ડિ.ગઠબંધન વતી, સપા 9 બેઠકો પર અને કોંગ્રેસ 4 બેઠકો પર પોતાનું નસીબ અજમાવી રહી છે. બસપા તમામ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે.


  • Follow us on: