• લોકસભાની ચૂંટણીને સાતમા તબક્કાનું મતદાન
  • શનિવારે 1 જૂને યોજાશે સાતમા તબક્કાનું મતદાન
  • 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે

લોકસભા ચૂંટણી 2024નો સાતમો અને અંતિમ તબક્કો શનિવાર 1 જૂનના રોજ યોજાશે. 30મેના રોજ સાંજે સાતમા તબક્કા માટેનો પ્રચાર પ્રસાર સમાપ્ત થશે, ત્યારે 1 જૂનના રોજ 8 રાજ્યોની 57 બેઠક પર મતદાન થશે. મહત્વનું છે કે 25 મેના રોજ 8 રાજ્યોની 58 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન થયું. ત્યારે હવે શનિવારે યોજાનારી ચૂંટણીમાં કયા રાજ્યની કેટલી બેઠક પર મતદાન થશે. તે વિશે જાણીએ .

ઉત્તર પ્રદેશની આ બેઠક પર મતદાન

  • વારાણસી
  • મહારાજગંજ
  • ગોરખપુર
  • કુશીનગર
  • દેવરીયા
  • બાંસગાંવ
  • ઘોસી
  • ગાઝીપુર
  • બલિયા
  • સલેમપુર
  • ચંદૌલી
  • મિર્ઝાપુર
  • રોબર્ટસગંજ

પંજાબની આ બેઠક પર મતદાન

  • ગુરદાસપુર
  • અમૃતસર
  • ખડૂર સાહેબ
  • જલંધર (SC)
  • હોશિયારપુર(SC)
  • આનંદપુર સાહિબ
  • લુધિયાણા
  • ફતેહગઢ સાહિબ (SC)
  • ફરીદકોટ
  • ફિરોઝપુર
  • ભટિંડા
  • સંગરુર
  • પટિયાલા

બિહારની આ બેઠક પર મતદાન

  •  આરા
  • બક્સર
  • કરકટ
  • જહાનાબાદ
  • નાલંદા
  • પટના સાહિબ
  • પાટલીપુત્ર
  • સાસારામ

પશ્ચિમ બંગાળની આ બેઠક પર મતદાન

  • બારાસત
  • બસીરહાટ
  • ડાયમંડ હાર્બર
  • દમ દમ
  • જયનગર
  • જાદવપુર
  • કોલકાતા દક્ષિણ
  • કોલકાતા ઉત્તર
  • મથુરાપુર

ચંડીગઢની આ બેઠક પર મતદાન

  • ચંડીગઢ

હિમાચલ પ્રદેશની આ બેઠક પર મતદાન

  • મંડી
  • શિમલા
  • કાંગડા
  • હમીરપુર

ઓડિશાની આ બેઠક પર મતદાન

  • બાલાસોર
  • ભદ્રક
  • જાજપુર
  • જગતસિંહપુર
  • કેન્દ્રપરા
  • મયુરભંજ

ઝારખંડની આ બેઠક પર મતદાન

  • દુમકા
  • ગોડ્ડા
  • રાજમહેલ

શનિવારે જ્યારે આ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે ત્યારે કુલ 904 ઉમેદવારો મેદાનમાં રહેશે. કુલ ઉમેદવારોમાં 328 પંજાબના, 144 ઉત્તર પ્રદેશ, 134 બિહાર, 66 ઓડિશા, 52 ઝારખંડ, 37 હિમાચલ પ્રદેશ અને ચાર ચંદીગઢના છે.


  • Follow us on: