• લોકસભાની ચૂંટણીને લઇને છઠ્ઠા તબક્કાનું મતદાન
  • 25મેએ 8 રાજ્યની 58 બેઠકો પર ચૂંટણી
  • ધર્મેન્દ્ર પ્રધાન, મહેબૂબા મુફ્તી સહિત દિગ્ગજો મેદાને

લોકસભાની ચૂંટણીને લઇને છઠ્ઠા તબક્કાનું 25મેએ મતદાન છે. 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠક પર મતદાન થવાનું છે. બિહાર,પશ્ચિમ બંગાળ , જમ્મુ કાશ્મીર, દિલ્હી સહિત 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીને લઇને પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. ત્યારે છઠ્ઠા તબક્કાના મતદાનને લઇને કયા દિગ્ગજો ચૂંટણી મેદાને છે આવો જાણીએ.

ઉત્તર પૂર્વ દિલ્હી- મનોજ તિવારી

ભાજપે નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી મનોજ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના કન્હૈયા કુમાર સ્પર્ધામાં છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મનોજ તિવારીને 5,96,125 મતો સાથે 45.25 ટકા મત મળ્યા હતા. તેમણે AAPના ઉમેદવાર પ્રો.અનંત કુમારને હરાવ્યા હતા.

નવી દિલ્હી -સુષ્મા સ્વરાજ

ભાજપે ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના નેતા સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને નવી દિલ્હી લોકસભા બેઠક માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે AAPએ સોમનાથ ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની મીનાક્ષી લેખીએ આ બેઠક પરથી AAPના આશિષ ખેતાનને હરાવ્યા હતા, પરંતુ આ વખતે ભાજપે તેમના સ્થાને બાંસુરી સ્વરાજને ટિકિટ આપી છે.

સુલતાનપુર-મેનકાગાંધી

ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને સુલતાનપુર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. સપાએ રામભૂઆલ નિષાદને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મેનકા ગાંધીએ આ બેઠક પરથી BSPના ચંદ્ર ભદ્ર સિંહને હરાવ્યા હતા. જ્યારે આઝમગઢ લોકસભા સીટ પરથી દિનેશ લાલ યાદવ 'નિરહુઆ' (ભાજપ) અને ધર્મેન્દ્ર યાદવ (એસપી) વચ્ચે મુકાબલો થશે.

અનંતનાગ-રાજૌરી-મહેબૂબા મુફ્તી

અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર મહેબૂબા મુફ્તી (JKPDP), JKNCના મિયાં અલ્તાફ લારવી અને JKAPના ઝફર ઈકબાલ ખાન મનહાસ વચ્ચે મુકાબલો છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું હતું, પરંતુ તે છઠ્ઠા તબક્કામાં મુલતવી રાખવામાં આવ્યું છે.

તમલુક -અભિજીત ગંગોપાધ્યાય

 ભાજપે પશ્ચિમ બંગાળની તમલુક લોકસભા સીટ માટે તેના ઉમેદવાર તરીકે નિવૃત્ત ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ટીએમસીએ તેમની સામે દેવાંશુ ભટ્ટાચાર્યને મેદાનમાં ઉતાર્યા છે. અભિજીત ગંગોપાધ્યાયે તાજેતરમાં જજ પદેથી રાજીનામું આપી દીધું અને ચૂંટણી લડી રહ્યા છે.

કરનાલ-મનોહર લાલ ખટ્ટર

ભાજપે કરનાલ લોકસભા સીટ પરથી ભૂતપૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે દિવ્યાંશુ બુધિરાજાને, એનસીપી (એસપી) એ વીરેન્દ્ર મરાઠાને અને જેજેપીએ દેવેન્દ્ર કાદ્યાનને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર વર્ષ 2019માં ભાજપના સંજય ભાટિયાએ કોંગ્રેસના કુલદીપ શર્માને હરાવ્યા હતા.

કુરુક્ષેત્ર -નવીન જિંદાલ

ભાજપે કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલને મેદાનમાં ઉતાર્યા છે. AAPએ સુશીલ ગુપ્તાને અને INLDએ અભય ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નાયબ સિંહ સૈનીએ કોંગ્રેસના નિર્મલ સિંહને હરાવ્યા હતા.

પુરી-સંબિત પાત્રા

ભાજપે પુરી લોકસભા સીટ પરથી સંબિત પાત્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે બીજેડીના અરૂપ પટનાયક અને કોંગ્રેસના જય નારાયણ પટનાયક ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સંબિત પાત્રાને બીજેડીના પિનાકી મિશ્રાને હરાવ્યા હતા.

સંબલપુર -ધર્મેન્દ્ર પ્રધાન

 ભાજપે ઓડિશાની સંબલપુર લોકસભા સીટ પરથી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે બીજેડીના પ્રણવ પ્રકાશ દાસ મેદાનમાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીના નીતિશ ગંગા દેબે બીજેડીના નલિની કાંતા પ્રધાનને હરાવ્યા હતા.


  • Follow us on: