- મતગણતરીને લઇને સ્પષ્ટ થઇ રહ્યુ છે ચિત્ર
- આંધ્રપ્રદેશમાં ટીડીપી જોવા મળી રહી છે આગળ
- પીએમ મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે કરી વાત
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર એનડીએને 292 બેઠકો મળી રહી છે જ્યારે ઇન્ડિ. ગઠબંધનને 233 અને અન્યને 18 બેઠકો મળી રહી છે, આ બધા વચ્ચે ઘણા રાજકારણીઓ પોતાના પક્ષને મજબૂત કરવા માટે એક બીજા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે . આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો છે. ખાસ વાત એ છે કે ચંદ્રબાબુ નાયડુએ 2024ની વિધાનસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં મોટી જીત મેળવી છે અને ટીડીપી એનડીએનો ભાગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ આંધ્રના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે.













