• યુપીમાં 80 બેઠકો પર મતગણતરી
  • સપા અને ભાજપ વચ્ચે બરાબરની ટક્કર
  • હેમા માલિનીએ બીજેપીની સરકાર બનતી હોવાનો કર્યો દાવો

યુપીમાં લોકસભાની ચૂંટણીને લઇને 80 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. આ બેઠક પર સપાએ ભાજપને પાછળ છોડ્યુ છે. ક્યાંક ભાજપ આગળ તો ક્યાંક બીજેપી પાછળ ચાલી રહ્યું છે. પીએમ મોદી 70 હજારની વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે જ્યારે  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ પાછળ છે. આ સિવાય યુપીમાં ભાજપના ઘણા કેન્દ્રીય મંત્રીઓ પાછળ છે. લેટેસ્ટ ટ્રેન્ડમાં ભાજપ અને સપા વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. જો કે 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ હાલમાં 20થી વધુ બેઠકો એવી છે કે જ્યાં 10 હજારથી ઓછા મતનો તફાવત છે.

બપોરે 12 વાગ્યા સુધીની સ્થિતિ

યુપીમાં NDA-35 તો ઇન્ડિ ગઠબંધન 44 બેઠકો પર આગળ છે. 

ગોરખપુરમાં શું છે સ્થિતિ?

યુપીની લોકસભાની ચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. ત્યારે યુપીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. સપાએ બીજેપીને પાછ છોડી દીધુ છે. ત્યારે સીએમ યોગીની બેઠક એવી ગોરખપુર બેઠક પર શું સ્થિતિ છે. તથા હેમા માલિની પણ ચૂંટણી મેદાને છે ત્યારે આ બંને બેઠકો પર શું છે સ્થિતિ આવો જોઇએ.

મથુરા બેઠક પર શું સ્થિતિ? 

યુપીની મથુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે. જેને લઇને તેમણે જણાવ્યું કે અત્યારે ઘણો ઉત્સાહ પૂર્વકનો માહોલ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે તે અમારી પાર્ટી આવશે અને અમે સરકાર બનાવીશું. મથુરાથી પણ મને સારી લીડ મળી રહી છે. અત્યારે બધુ જ સારુ ચાલી રહ્યું છે.

તો બીજી તરફ યુપી સીએમનો ગઢ ગણાતી ગોરખપુર લોકસભા બેઠકથી બીજેપી ઉમેદવાર રવિકિશન છે. તેઓ પણ આ બેઠક પર

સારા મતોથી આગળ ચાલી રહ્યા છે. રવિકિશને જણાવ્યું કે પીએમ મોદી અને યોગી આદિત્યનાથના કાર્યકાળમાં જે જનતાની સેવા કરી તેનો આ પ્રસાદ મળી રહ્યો છે. તમામ લોકોનો દિલથી આભાર.

5 હજારથી ઓછો તફાવત?

યુપીની  13 બેઠકો એવી છે કે જ્યાં 5 હજારથી ઓછા મતનો તફાવત છે. જેમાં સપાના 5 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 5 હજારથી ઓછા મતના માર્જિનથી આગળ છે. બાકીની 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે.

10 હજારથી ઓછો તફાવત?

હાલમાં 23 બેઠકો એવી છે જ્યાં 10 હજારથી ઓછા મતનો તફાવત છે. જેમાં સપાના 12 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવારો 10 હજારથી ઓછા મતના માર્જિનથી આગળ છે. બાકીની નવ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે.

  • Follow us on: