• ભાવનગરના બીજેપી ઉમેદવારની જીત
  • નિમુબેન બાંભણિયા બન્યા વિજયી
  • કોળી સમુદાય પર ધરાવે છે પ્રભુત્વ

લોકસભાની ચૂંટણીને લઇને પરિણામ જાહેર થઇ ગયા છે. ગુજરાતની ભાવનગર બેઠક પરથી ભાજપના નિમુબેન બાંભણીયાની જીત થઇ છે. નિમુબેનની જીત થતા કાર્યકરો તથા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ નિમુબેનની રાજકીય સફર વિશે.

 કોણ છે નિમુબેન બાંભણીયા ?

નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. તેઓ નિમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે. તેમજ બે વખત ભાવનગરના મેયર રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ સુરેન્દ્રનગરના ભાજપના પ્રભારી હતા. હાલ તેઓ જુનાગઢના પ્રભારી પણ છે. નિમુબેન બાંભણિયા આદર્શ અને સાદગીસભર છબી ધરાવે છે. તેઓની એક શાળા પણ છે. તેમના પતિ શિક્ષક છે. નિમુબેન પોતાની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પર પણ સારો પ્રભાવ છે.

નિમુબેનનો રાજકીય કાર્યકાળ

  • 2005 થી 2020 સુધી ત્રણ ટર્મ ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર
  • ડિસેમ્બર 2015થી જુન 2018 અને 2009 થી 2010 એમ બે ટર્મ હતા ભાવનગરના મેયર
  • 2011થી 2016 સુધી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર પદે રહ્યા
  • વર્ષ 2011 થી 2013 દરમિયાન અમરેલીના પ્રભારી રહ્યા
  • વર્ષ 2013થી 2019 દરમિયાન સુરેન્દ્રનગરના પ્રભારી રહ્યા
  • વર્ષ 2019- 2020 દરમિયાન ભાવનગર શહેર મહિલા મોરચાના પ્રભારી રહ્યા
  • વર્ષ 2021-2023 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી રહ્યા
  • વર્ષ 2023 થી તેઓ જુનાગઢ શહેરના પ્રભારી છે

  • Follow us on: