• લોકસભાની ચૂંટણીને લઇને 543 બેઠકો પર મતદાન
  • શરૂઆતી ટ્રેન્ડમાં દેખાયો પીએમ મોદીનો જલ્વો
  • બીજેપી મહિલા ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં આગળ 

લોકસભા ચૂંટણી 2024ના ટ્રેન્ડ ઉભરાવા લાગ્યા છે. એનડીએ વલણોમાં આગેવાની લીધી છે. સાથે જ વિપક્ષી ગઠબંધન પણ સ્પર્ધા આપી રહ્યું છે. આ ચૂંટણી ઘણી રીતે ઐતિહાસિક છે અને જો NDA જીતશે તો PM મોદી પંડિત નેહરુ પછી સતત ત્રીજી વખત PM બનનાર બીજા નેતા બનશે.

યુપીમાં કોણ આગળ?

યુપીમાં મોટી ઉથલપાથલ થઈ છે. અહીં સપાએ ભાજપને પાછળ છોડ્યુ છે.  ચૂંટણી પંચના ડેટા અનુસાર, સવારે 9.30 વાગ્યા સુધીમાં, સપા ઉત્તર પ્રદેશમાં 33 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 28 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. જ્યારે આરએલડી એક સીટ પર આગળ ચાલી રહી છે. યુપીના શરૂઆતી  વલણોમાં ભાજપને મોટું નુકસાન જોવા મળી રહ્યુ છે. અયોધ્યા, મેરઠ, ઉન્નાવ અને કૈસરગંજમાં સપા આગળ છે.

બંગાળમાં કોણ આગળ?

પશ્ચિમ બંગાળમાં ભાજપ 21 બેઠકો પર અને TMC 19 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને 2 બેઠકો મળતી જણાય છે.

હિમાચલમાં ભાજપ આગળ

હિમાચલ પ્રદેશની ચારેય લોકસભા બેઠકો પર ભાજપ આગળ છે

પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રા આગળ છે

આનંદપુર સાહિબ લોકસભા સીટથી કોંગ્રેસના વિજય ઈન્દર સિંગલા આગળ છે.

ગોડ્ડા લોકસભા સીટ પરથી નિશિકાંત દુબે આગળ ચાલી રહ્યા છે.

  • Follow us on: