• આજે કાર્યકર્તાઓને કરશે સંબોધન
  • આવતીકાલે દિલ્હીમાં મળશે NDAની બેઠક
  • અમિત શાહે જીતેન્દ્ર રામ માંઝીને બેઠકમાં આવવા આપ્યું આમંત્રણ

લોકસભાની ચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના રાઉન્ડમાં બીજેપી બહુમતમાં દેખાઇ રહી છે. તે વચ્ચે સમાચાર આવ્યા છે કે પીએમ મોદી આજે સાંજે 7 વાગ્યે પાર્ટી કાર્યાલય જશે. કાર્યકર્તાઓને સંબોધન કરશે. 

દિલ્હીમાં કાલે એનડીએની બેઠક

દિલ્હીમાં કાલે એનડીએની બેઠક મળશે. અમિત શાહે જીતન રામ માંજી સાથે ફોન પર વાત કરી છે. એનડીએની બેઠકમાં જીતનરામ માંજીને બોલાવ્યા છે. મહત્વનું છે કે શરૂઆતીવલણોમાં એનડીએને બહુમતી મળી છે. આંધ્ર અને ઓડિશામાં પણ એનડીએની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે.

ચિરાગ પાસવાન સાથે કરી વાત

બિહારમાં NDAના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે ચિરાગ પાસવાન સાથે વાત કરી . તેમણે ચિરાગને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. અગાઉ શાહે માંઝી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.

PM મોદી 140022 મતોથી આગળ

પીએમ મોદી વારાણસી લોકસભા સીટથી 140022 વોટથી આગળ છે. પીએમ મોદીને અત્યાર સુધીમાં 501425 વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અજય રાયને 361403 મત મળ્યા છે.

  • Follow us on: