- લોકસભાની ચૂંટણીનું 4 જૂને પરિણામ
- નવનીત રાણાના પતિએ કર્યો મહત્વનો દાવો
- ઉદ્ધવ ઠાકરેને લઇને કર્યો દાવો
લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થવાનું છે. એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા. ત્યારે હવે ચૂંટણી પરિણામને લઇને દિગ્ગજોના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના સાંસદ અને અમરાવતી સીટ પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાના પતિ રવિ રાણાએ ચોંકાવનારો દાવો કર્યો છે.
રવિ રાણાએ કર્યો દાવો
એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યુ આપવા દરમિયાન રવિ રાણાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એનડીએના શપથ ગ્રહણ સમારોહના થોડા દિવસો પછી પીએમ મોદીની સરકારમાં સામેલ થવા જઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અગાઉ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી એકનાથ શિંદે અને અજિત પવારની બહાર નીકળવાની સટીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે પીએમ મોદીએ ખુદ કહ્યું હતું કે શિવસેના (UBT) પ્રમુખ માટે હંમેશા એક બારી ખુલ્લી છે કારણ કે તેઓ બાળાસાહેબ ઠાકરેના પુત્ર છે. ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે 15 દિવસમાં મોદી સરકારમાં જોડાશે, તેઓ પીએમ મોદી સાથે જોવા મળશે.
રવિ રાણાએ શું કહ્યું?
રવિ રાણાએ કહ્યું કે દેશની ચૂંટણીના પરિણામો આવતા 4 જૂને ખબર પડશે. અમરાવતીના લોકોએ નવનીત રાણાને સંપૂર્ણ મત આપીને આશીર્વાદ આપ્યા છે. સાથે જ જણાવ્યું કે પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જે રીતે અમરાવતીમાં બેઠક યોજી હતી. સાથે જ રવિએ એમ પણ કહ્યું કે નવનીત રાણાને તેમના વિકાસ કાર્યો માટે જનતાના મત મળ્યા હોવા જોઈએ.
બે ગઠબંધન વચ્ચે ચૂંટણી થઇ
ભાજપ, NCP (અજિત પવાર) અને શિવસેના (એકનાથ શિંદે) જૂથ
MVA અથવા મહા અઘાડી, સેના (UBT), NCP (શરદ પવાર) અને કોંગ્રેસનો સમાવેશ કરતી સત્તાધારી મહાયુતિ.
મહારાષ્ટ્રની 13 બેઠકો
મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન થયુ. તેમાં ધુલે, ડિંડોરી, નાસિક, કલ્યાણ, પાલઘર, ભિવંડી, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય અને મુંબઈ દક્ષિણનો સમાવેશ થાય છે.