• મલ્લિકાર્જુન ખડગેના આરોપ પર ECIનું રિએક્શન
  • આ ભ્રમ ફેલાવવાનો જાણીજોઈને પ્રયાસ: EC
  • "તમામ તથ્યો વિનાના અને 'પક્ષપાતી અને ભ્રમ ફેલાવવાનો"

લોકસભા ચૂંટણીને લઇ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં ગેરવહીવટ-વોટિંગ ડેટા જાહેર કરવામાં વિલંબ કરવાના આરોપ અંગે ચૂંટણી પંચે પાયાવિહોણા ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું કે આ ભ્રમ ફેલાવવાનો જાણીજોઈને પ્રયાસ છે.

મળતી માહિતી મુજબ, ભારતના ચૂંટણી પંચે ગેરવહીવટ અને મતદાન ડેટા જાહેર કરવામાં વિલંબના આરોપોને નકારી કાઢ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના આરોપો પાયાવિહોણા છે આ સાથે તમામ તથ્યો વિનાના અને 'પક્ષપાતી અને ભ્રમ ફેલાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ' છે. 

આ સાથે ચૂંટણી પંચે મલ્લિકાર્જુન ખડગેને લોકસભાની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે વોટિંગ સંબંધિત ડેટા જાહેર કરવાના આરોપો પાયાવિહોણા છે. આનાથી નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીઓ યોજવામાં મૂંઝવણ ઊભી થાય છે. કમિશને એમ પણ કહ્યું કે આવા નિવેદનોથી મતદારોની ભાગીદારી પર નકારાત્મક અસર પડી શકે છે. આનાથી રાજ્યોમાં મોટી ચૂંટણી તંત્રનું મનોબળ ઘટી શકે છે.

વાસ્તવમાં, મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે મતદાનની ટકાવારીનો ડેટા જાહેર કરવામાં વધુ પડતો વિલંબ થયો હતો અને તે ડેટામાં વિસંગતતાઓ જોવા મળી હતી. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીની મુક્ત અને ન્યાયી પ્રકૃતિ પર ગંભીર શંકા પેદા કરે છે.

  • Follow us on: