- સાંસદ ભર્તુહરિ મહતાબ લોકસભાના પ્રોટેમ સ્પીકર
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કર્યા નિયુકત્
- કટક ઓડિશાથી 57 હજાર મતોથી જીત્યા
7 વખતના સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર હશે. ઓડિશાના ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. લોકસભામાં સ્થાયી અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ સ્પીકરની જવાબદારીઓ નિભાવશે. ભાજપના સાંસદ મહતાબ કટક, ઓડિશાથી 57,077 મતોથી ચૂંટણી જીત્યા. તેમણે બીજેડીના સંતરૂપ મિશ્રાને હરાવીને જીત મેળવી હતી.
કોણ છે ભર્તૃહરિ મહતાબ ?
- સંસદ રત્ન એવોર્ડથી સન્માનિત
- મહતાબ 7 વખત સાંસદ રહી ચૂક્યા છે.
- આ લોકસભાની ચૂંટણી પહેલા તેમણે બીજેડી છોડી દીધું હતું.
- 28 માર્ચ, 2024 ના રોજ ભાજપમાં જોડાયા
- બીજેડીમાં તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની તક ન મળતી હોવાનો આરોપ લગાવ્યો
- 8 સપ્ટેમ્બર 1957ના રોજ જન્મેલા ભર્તૃહરિ મહતાબ ડૉ. હરેકૃષ્ણ મહતાબના પુત્ર
- 1998માં ઓડિશાની કટક લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા.
- સતત 1999, 2004, 2009, 2014 અને 2019 અને 2024 માં કટક બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા
- વર્ષ 2017 માં ભર્તૃહરિ મહતાબને ઉત્કૃષ્ટ સંસદસભ્યનો એવોર્ડ મળ્યો
- 'ડિબેટ'માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે સંસદ રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા
પ્રોટેમ સ્પીકર પાસે કેટલો હોય છે પાવર
- 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ નવા સ્પીકરની ચૂંટણી સુધી તમામ જવાબદારીઓ નિભાવશે.
- પ્રોટેમ સ્પીકરનું કામ લોકસભાના નવા સભ્યોને શપથ લેવડાવવાનું છે.
- અધ્યક્ષની નિમણૂક થાય ત્યાં સુધી રોજેરોજની કાર્યવાહી હાથ ધરવાની હોય છે.
- નવા લોકસભા સ્પીકર ચૂંટાય ત્યાં સુધી તેઓ કામ કરશે.
- સ્પીકરની ચૂંટણી કરાવવાની અને લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર માટે મતદાનની જવાબદારી નિભાવી
- લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા બાદ પ્રોટેમ સ્પીકરનું પદ સમાપ્ત થઈ જાય છે.
કોણ કરે છે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ ?
મહત્વનું છે કે બંધારણના અનુચ્છેદ 94 મુજબ નવી લોકસભાની પ્રથમ બેઠક પહેલા લોકસભાના અધ્યક્ષનું પદ ખાલી થઈ જાય છે. આવી સ્થિતિમાં સ્પીકરની જવાબદારીઓ ગૃહના સભ્ય દ્વારા નિભાવવાની હોય છે જેને રાષ્ટ્રપતિ દ્વારા પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પ્રોટેમ સ્પીકર લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરે છે. લોકસભા ચૂંટણી જીતીને સત્તામાં આવનાર પાર્ટીનું પહેલું કામ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવાનું છે. આ જવાબદારી લોકસભાના સૌથી વરિષ્ઠ સભ્યને આપવામાં આવે છે. શાસક પક્ષ સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા પ્રોટેમ સ્પીકરનું નામ રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી પ્રોટેમ સ્પીકર તેમની જવાબદારી સ્વીકારે છે.પ્રોટેમ સ્પીકરને લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહેવામાં આવે છે.