• લોકસભાના સ્પીકર પદ માટે ઉમેદવારની જાહેરાત
  • એનડીએ 25 તારીખે કરશે ઉમેદવારની જાહેરાત
  • 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી

સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાના નવા અધ્યક્ષની નિયુક્તિની લઇને રાજકીય માહોલ ગરમાયો છે. તેવામાં ઉમેદવારો વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી શકે છે. 26 જૂને નિર્ધારિત અધ્યક્ષની ચૂંટણીના એક દિવસ પહેલા મંગળવારે એનડીએ પોતાના ઉમેદવારના નામનું એલાન કરી શરે છે. ઉમેદવારે મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર દાખલ કરવાનું રહેશે.

પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ

બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95(1) હેઠળ કટકના ભાજપના સભ્ય ભર્તુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી લોકસભાના પ્રમુખપદ અધિકારીની ફરજો નિભાવશે અને નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણીનું સંચાલન કરશે.

27 જૂને રાષ્ટ્રપતિનું અભિભાષણ

લોકસભા અધ્યક્ષ પદ માટેની ચૂંટણી બુધવારે યોજાશે. પીએમ મોદી તે બાદ સદનમાં પોતાના મંત્રી પરિષદનો પરિચય કરાવશે. રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂનથી શરૂ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પીએમ મોદી 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે.

જાણો શું છે કાર્યક્રમ

  • 25 જૂન- નવા ચૂંટાયેલા સાંસદોના શપથ
  • 26 જૂન- લોકસભા અધ્યક્ષની ચૂંટણી
  • 27 જૂન- સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન.
  • 28 જૂન- સંસદમાં મંત્રી પરિષદનું પરિચય સત્ર, પીએમ મોદી કરાવશે પરિચય
  • 29 જૂન - રજા
  • 30મી જૂન - રજા
  • જુલાઈ 1- રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા.
  • 2 જુલાઈ- પીએમ મોદી ચર્ચા પર જવાબ આપી શકે છે
  • 3 જુલાઈ- પીએમ મોદીનો જવાબ

  • Follow us on: